ખંભાળિયાના લુહાર શાળ વિસ્તારમાં આવેલી ભવ્ય એવી ૧૦૩ વર્ષ જૂની પ્રજાબંધો ફ્રી લાઇબ્રેરીમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ૭૬માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રજાબંધુ ફ્રી લાઇબ્રેરીમાં તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ત્રિરંગી બલૂન તેમજ રાષ્ટ્રધ્વજ સાથે આ લાઇબ્રેરીને શણગારવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના પાયાના પથ્થર સમાન વયોવૃદ્ધ પ્રમુખ ડો. એન.ડી. ચોકસી, મંત્રી દિનેશભાઈ પોપટ, ટ્રસ્ટી ચંદ્રશેખર બુદ્ધભટ્ટી, જે.કે. પાબારી તેમજ ગ્રંથપાલ મયુરબેન પંચોલી ઉપરાંત વાચકો, નગરજનો દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે લાઇબ્રેરી ખાતે તિરંગો લહેરાવી અને સ્વતંત્રતા પર્વની સુંદર ઉજવણી કરવામાં આવી હતી.