પર્યુષણ એ વેરનાં દ્વાર બંધ કરવાનું અને પ્રેમનાં દ્વાર ખુલ્લા મુકવાનું પર્વ

0

ગિરનારની પવિત્ર ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રીક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં જૈનોનાં ચાતુર્માસ ચાલી રહયા છે. આ તકે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં વધામણા વિષય ઉપર બોલતા પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, પર્યુષણમાં તપ, ત્યાગ અને તિતીક્ષાનો ત્રિવેણી સંગમ રચાતા આત્મશુધ્ધિ થાય છે. આપણા ઘરે આવતા મહેમાનોને જેમ આપણે પ્રેમથી આવકારીએ છીએ તેમ પર્યુષણ પર્વને પણ પ્રેમથી આવકારવાનું છે. તમામ પાપ કાર્યો છોડી પુણ્યના કાર્યો કરવા તે પર્યુષણનું કર્તવ્ય છે. પર્યુષણ ક્ષમાપનાનું પર્વ છે. વેરનાં દ્વાર બંધ કરવાનું અને પ્રેમનાં દ્વાર ખુલ્લા મુકવાનું આ પર્વ છે. જૈન ધર્મના તમામ તહેવારો અને વ્યવહારો આત્મજાગૃતિ સાથે જાેડાયેલા છે. પ્રભુ મહાવીર દેવે પર્યુષણનાં પ્રથમ દિવસની અમારી પ્રવર્તન, સમાર્ધિક ભકિત, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્યપરિપાટી એમ પાંચ કર્તવ્યોની મહત્તા બતાવવામાં આવી છે. અહિંસા એ જૈન ધર્મની પાયાની ઈંટ છે. માત્ર કતલખાને જતા જીવોની જ નહિ સાથે સંસ્કૃતિ, સંસ્કાર, સંતાન વગેરે દ્વારા અહિંસાનાં આદર્શોની પણ રક્ષા કરવાની છે.

error: Content is protected !!