શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમીત

0

જૂનાગઢ, ભવનાથ ક્ષેત્ર, ગોરક્ષનાથ આશ્રમ, અંબાજી મંદિર, ગીર સોમનાથ સહિતનાં સંભવિત કાર્યક્રમો રદ

બોલીવુડ સ્ટાર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં શહેનશાહ કોરોનાથી સંક્રમીત થતાં તેઓનો જૂનાગઢ, ભવનાથ અને ગીર સોમનાથ જીલ્લાનો સંભવિત કાર્યક્રમ મોકુફ રહયો હોવાનાં અહેવાલો મળી રહયા છે. ખુશ્બુ ગુજરાતની કાર્યક્રમ અંતર્ગત એડ ફિલ્મો માટે ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનએ જે તે વખતે જૂનાગઢનાં ઉપરકોટ, ખાપરા ખોડીયાની જગ્યા તેમજ સાસણ વિસ્તાર અને ખંભાલીડા સહિતનાં વિસ્તારોનું શુટીંગ કર્યુ હતું. અને પ્રવાસન જનતાને ‘એક દિન ગુજારો ગુજરાત મે’નું ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. આવા મેગા સ્ટાર જૂનાગઢ આવતા હોય તેઓનાં ચાહકોમાં અનેરી લાગણી પ્રસરી હતી પરંતુ અચાનક બિમારી સબબ કાર્યક્રમ રદ થતાં તેમનાં ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં મેગાસ્ટાર, મહાનાયક અમિતાભ બચ્ચન સહ પરીવાર સાથે સોરઠ જીલ્લાની મુલાકાતે આવનાર હોવાનાં ગઈકાલે સમાચાર વોટસઅપનાં માધ્યમથી વાઈરલ થયા હતાં. આ સમાચાર જાણી અને જૂનાગઢ, સોરઠ અને ગીર સોમનાથ જીલ્લાનાં લાખો ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. અને ખાસ કરીને અમિતાભ બચ્ચન જૂનાગઢ ખાતે રોપ-વેનાં માધ્યમથી અંબાજી માતાજીનાં મંદિરે દર્શનાર્થે જવાનાં હતાં. ત્યાંથી ભવનાથ ક્ષેત્રમાં સિધ્ધયોગી એવા શેરનાથ બાપુની જગ્યા કે જે ગોરક્ષનાથ આશ્રમની પણ મુલાકાત લઈ અને બાપુનાં દર્શનનો લાભ લેવાનાં હતાં. આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર સહિતનાં પ્રવાસે અમિતાભ બચ્ચન આવવાનાં હતાં અને તેઓનાં પ્રવાસ અંગેની ગતિવિધિઓ જાેર પકડતી હતી. એટલું જ નહી તે અંગેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ અમિતાભ બચ્ચન અને તેમનો પરીવાર રોપ-વેની સફર માણી ગીરનારની ટોચે બિરાજતા માં અંબાનાં દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યાં જ ગઈકાલ સાંજનાં બોલીવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમીત થયાનાં અહેવાલો વહેતા થયા છે. અમિતાભ બચ્ચને ટવીટર ઉપર આ સમાચાર આપ્યા છે. અગાઉ તેઓ જુલાઈ-ર૦ર૦માં કોરોનાથી સંક્રમીત થયા હતાં ત્યારે તેમનો પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્ય પણ કોરોનાથી સંક્રમીત થયા હતાં. અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમીત થતાં તેમનો સંભવિત પ્રવાસ કાર્યક્રમ રદ થયો છે. દરમ્યાન ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમની પાવનકારી જગ્યા અને તેમનાં ગાદીપતી સિધ્ધયોગી સંત પૂ. શેરનાથ બાપુ કે જયાં તેઓનાં માર્ગદર્શન હેઠળ સદાવ્રતની અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. અને રોજનાં હજારો ભાવિકો જયાં પ્રેમથી પ્રસાદ લે છે તેવી આ જગ્યા અને તેમનાં ગાદીપતી પૂ. શેરનાથ બાપુનાં દર્શનાર્થે પણ અમિતાભ બચ્ચન આવનાર હતાં. તેમજ ત્યાં પ્રસાદ-ભોજનનું પણ આયોજન થયું હતું. પરંતુ હવે કોરોનાથી સંક્રમીત થતાં અમિતાભ બચ્ચનનાં તમામ પ્રવાસનાં કાર્યક્રમો રદ થયા છે. ગોરક્ષનાથ આશ્રમનાં ગાદીપતી પૂ. શેરનાથ બાપુએ પણ અમિતાભ બચ્ચનનો કાર્યક્રમ હાલ પુરતો રદ થયો હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!