જૂનાગઢમાં ભગવાન ગણેશજીની સવારી આવી પહોંચી : ગણપતિ ઉત્સવ ઉજવવા ભારે ઉત્સાહ

0

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાની આકર્ષક મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે વરાપ જેવા વાતાવરણ વચ્ચે તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહમય વાતાવરણ સર્જાયું છે. જૂનાગઢનાં કોલેજ રોડ ઉપર ઠેક ઠેકાણે ગણેશ ઉત્સવ નિમિતે મૂર્તિઓનું વેંચાણ થઈ રહ્યું છે અને લોકો પણ ધીમે-ધીમે ખરીદી કરી રહ્યા છે. જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં આગામી ગણપતિ ઉત્સવ ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ જાેવા મળી રહ્યો છે અને બજારોમાં આકર્ષક મૂર્તિઓનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની મૂર્તિ વેંચાણ માટે મુકવામાં આવી છે અને લોકો ખરીદી કરી રહ્યા છે. ભાદરવા સુદ ચોથ ગણેશ ચર્તુથી તા.૩૧ ઓગસ્ટથી લઈ અને ભાદરવા સુદ ચોૈદશ અનંત ચર્તુથદર્શી તા.૯ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવનાર છે અને જેનો ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. શ્રાવણ માસ અંતિમ ચરણમાં પ્રવેશી ગયેલ છે અને આજે તેરસ, ચોૈદશ અને અમાસ આ ત્રણ દિવસ ભાવિકો-શ્રધ્ધાળુઓ પીપળે પાણી રેડી અને પોતાનાં સ્વજનો કે જે મૃત્યું પામ્યા છે તેમનાં મોક્ષની પ્રાપ્તી માટે પ્રાર્થના કરશે અને તેઓનાં આર્શીવાદ મેળવશે. બીજી તરફ ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો હોય, વિઘ્નહર્તા દેવનાં પર્વને મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. બે વર્ષ કોરોના કાળમાં ગયા બાદ આ વર્ષે દરેક ઉત્સવો આનંદપૂર્વક ઉજવાય રહ્યા છે ત્યારે વિઘ્નહર્તા દેવની સવારી પણ જૂનાગઢનાં આંગણે પહોંચી છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં કલાકારો દ્વારા બનાવાયેલી મૂર્તીઓ તેમજ નાના ધંધાર્થીઓ કે જેઓ રોજગારી મેળવવા માટે તૈયાર મૂર્તિ લાવી વેંચાણ કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર ભૂતનાથ ફાટકની પહેલા રોડ ઉપર બગસરાનાં મુન્નાભાઈ ભગવાન ગણેશજીની નાનીથી લઈ મોટી આકર્ષક મૂર્તિ લાવ્યા છે અને આ મૂર્તિઓ જુદા-જુદા સ્વરૂપમાં, જુદા-જુદા કલરમાં વેંચાણ થઈ રહ્યું છે. જયારે ભૂતનાથ ફાટકની આગળ જતા બહાઉદ્દીન કોલેજની ફુટપાથ ઉપર પણ મૂર્તિઓનું વેંચાણ થઈ રહ્યું છે. આ વર્ષે દસ દિવસ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવ ઉજવવા માટે ગણેશ ચર્તુથીનાં દિવસથી પ્રારંભ થતો હોય છે. લોકો પોતાનાં ઘરે ગણપતિનું સ્થાપન કરતા હોય છે. આ ઉપરાંત સોસાયટીઓમાં, શહેરી-ગલીઓમાં પણ ગણેશ ઉત્સવનાં મંડપો રોપાય છે અને રોજ સવાર-સાંજ વિઘ્નહર્તા દેવની ભાવપૂર્વક આરતી ઉતારી તેમજ રાત્રીનાં જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને દસ દિવસ સમગ્ર શહેર ભગવાન ગણેશજીની ભકિતમાં લીન બને છે. ગણેશ ઉત્સવ દરમ્યાન ગણપતિ મૂર્તિનું વિર્સજન યોગ્ય રીતે થાય તે માટે ઈન્દ્રભારતી બાપુનાં ગેઈટ પાસે ભવનાથ ખાતે કુંડ બનાવવામાં આવશે અને તેમાં જ મૂર્તિઓનું વિર્સજન કરવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!