વંથલી નજીક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત : અમદાવાદનાં બેનાં મોત

0

જૂનાગઢ નજીક વંથલી પાસે આજે સવારે કાર અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતાં કારમાં સવાર બે વ્યકિતઓનાં કરૂણ મૃત્યું થયા છે. જયારે બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અમદાવાદથી જીજે-૦૬-કેવલ પર૬ર નંબરની કાર વહેલી સવારે વંથલીથી જૂનાગઢ તરફ આવી રહી હતી ત્યારે વંથલીનાં કોયલી ફાટક પાસે સામેથી પુરઝડપે આવી રહેલો ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદનાં ૩૯ વર્ષનાં નગીનભાઈ મુરાજીભાઈ વેગડા અને રપ વર્ષનાં હર્ષભાઈ બીપીનભાઈ પટેલનું ગંભીર ઈજા થવાથી મૃત્યું નિપજયું હતું. જયારે રપ વર્ષનાં પાર્થ ચૌહાણ અને ૪ર વર્ષનાં નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમારને ગંભીર ઈજા થતાં જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ અકસ્માતમાં કારનાં આગળનો ભાગનો કુરચો બોલી ગયો હતો. આ ગંભીર અકસ્માત સર્જાતાં લોકો દોડી આવ્યા હતાં અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!