સુરતની દિકરીએ દેશમાં ડંકો વગાડ્યો, સીએસની પરીક્ષામાં નીકિતા ચંદવાણી પ્રથમ

0

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની ડિસેમ્બર-૨૦૨૨ની પ્રોફેશનલ પરીક્ષાનું રિઝલ્ટ ગુરૂવારે જાહેર કર્યું હતું.
જેમાં સુરતની નીકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડિયા રેન્ક પહેલો મેળવ્યો છે. જે પછી સુરતની જ અનુશ્રી ધીરેને ઓલ ઇન્ડિયા રેન્ક નવમો મેળવ્યો છે. પ્રોફેશનલની પરીક્ષા ૯૦૦ ગુણની હતી. જેમાં નીકીતાએ ૫૭૬ અને અનુશ્રીએ ૫૦૫ ગુણ મેળવ્યા છે. આ વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા એવું જણાયું હતું કે તેઓ સેલ્ફ સ્ટીઝ ઉપર ખૂબ જ ધ્યાન આપતી હતી. પ્રોફેશનલની પરીક્ષા ૧થી ૧૦ જૂન, ૨૦૨૨ વચ્ચે યોજાય હતી.

error: Content is protected !!