Wednesday, March 29

રાજ્યમાં વધતી જતી કાળઝાળ મોંઘવારી અંગે ખંભાળિયામાં ઉગ્ર વિરોધ

0

છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે વધતી જતી મોંઘવારી આમ જનતા માટે અસહ્ય બની રહી છે. તમામ ચીજ વસ્તુઓમાં વધતા જતા ભાવ વધારાનો વિરોધ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત અહીંના જાેધપુર ગેઈટ ચોક વિસ્તારમાં ગાંધીજીના પૂતળા પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જણના વડપણ હેઠળ રાજ્ય સરકારને ઢંઢોળવા માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા. તેમાં જિલ્લા પ્રમુખ યાસીનભાઈ સાથે ગુજરાત કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, રાજકીય અગ્રણી મુળુભાઈ કંડોરીયા, લખમણભાઈ આંબલીયા, એભાભાઈ કરમુર, દેવુભાઈ ગઢવી, ગીરધરભાઈ વાઘેલા, જીવાભાઈ કનારા, સાવન કરમુર, યુવરાજસિંહ વાઢેર, રાહુલ જગતિયા, હિતેશ નકુમ સાહિત્ય કાર્યકર યુવાનો મહિલાઓ બેનરો સાથે જાેડાયા હતા અને મોંઘવારી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!