આજ અભ્યાસ કરવાનાં માધ્યમો વિસ્તારી રહ્યા છે ત્યારે બાળકને માત્ર વર્ગમાં બેસાડી અભ્યાસ કરાવવાથી વિશેષ પ્રત્યક્ષ મુલાકાત પણ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રત્યક્ષ મુલાકાતની વાત સાંભળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા અને પ્રશ્નોની વણઝાર શરૂ થઇ. આયોજન થવા લાગ્યું, તૈયારીઓ થવા લાગી. આયોજન મુજબ ૨૫-૮-૨૦૨૨ના રોજ શાળાએ આવી બાળકોની હાજરી પુરી પ્રત્યક્ષ મુલાકાતે નીકળવાનું હતું. એટલે બધા બાળકો સમય કરતા વહેલા શાળાએ આવ્યા અને હાજરી પુરાયા બાદ તરત મુલાકાત માટે પ્રસ્થાન કર્યું. પ્રાર્થના સભામાં ગોહેલ વિપુલભાઈ દ્વારા બધી સામાન્ય સૂચનાઓ અપાયેલ એ મુજબ ધોરણ ૬ થી ૮ના ૧૧૫ બાળકોએ બે-બે બાળકોની લાઈન કરી અને નીકળ્યા. ૧૦ બાળકોને વિશેષ જવાબદારી લાઈન જળવાય અને અકસ્માત ન થાય તેની તકેદારીની જવાબદારી સોંપવામાં આવેલ હતી. બે બાળકોને બેનરની જવાબદારી આપેલ હતી. શાળાના આચાર્ય બાભણીયા ગીતાબેન, ગોહેલ વિપુલભાઈ અને બે પ્રવાસી શિક્ષકો જાેષી હેમંતભાઈ, સંગીતાબેન બાળકોને લઈને નીકળ્યા હતા. સૌ પ્રથમ અગાઉથી જાણ કરેલ તે મુજબ મીઠાપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પહોંચતા જ બાળકોમાં થોડી ગંભીરતા આવી હતી. ત્યાં શિક્ષકોની તેમજ બાળકોની મદદથી ધોરણ ૬ થી ૮ના બાળકોને લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડમ દ્વારા પોલીસની કામગીરી સમજાવવામાં આવી હતી. પોલીસ કાયદાનું પાલન કરાવે, જરૂરિયાત ધરાવતા નાગરિકોને મદદ કરે, પોલીસનો ફોન નંબર, મહિલા હેલ્પ નંબર, સંપર્ક માટેના વાયરલેસ ફોન વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યાંની જેલમાં મહિલા તેમજ પુરૂષના અલગ વિભાગ જાેયા હતા. મેડમ દ્વારા રાયફલ બતાવવામાં આવી હતી. આ રાયફલ વિષે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. આમ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી તેની યાદગીરી રૂપે ફોટા લઈ બીજા સ્થળની મુલાકાત માટે નીકળ્યા હતા. બીજા સ્થળે પહોંચવા માટે રસ્તામાં અંતાક્ષરી રમ્યા હતા. સમૂહમાં હાઈવે કઈ રીતે પસાર કરવો તે શીખ્યા હતા. ૫-૫ બાળકો દ્વારા રસ્તાને બંધ કરી બધા બાળકોએ સુરક્ષિત રીતે રસ્તો પસાર કર્યો હતો. આમ સામાન્ય જીવનના પાઠ શીખતાં શીખતાં બીજા સ્થળે પહોંચ્યા હતા. બીજું સ્થળ એટલે દ્ભય્મ્ફ આરંભડા. આ શાળામાં ડ્રોપ આઉટ બાળાઓ, મ્ઁન્ કાર્ડ ધરાવતી બાળાઓ, સિંગલ પેરેન્ટ્સ, માતા-પિતા વગરની બાળાઓ, આર્થિક પછાત બાળાઓને મેરીટ મુજબ પ્રવેશ મળે છે. આ શાળામાં ધોરણ ૬ થી ૧૨ છે જેમાં ધોરણ ૬ થી ૮માં હોસ્ટેલ સાથે સ્કૂલ છે. ધોરણ ૯ થી ૧૨ માટે માત્ર હોસ્ટેલ છે. દ્ભય્મ્ફની દીકરીઓના દૈનિક કાર્યક્રમ વિષે, અભ્યાસ વિષે, ઈતર પ્રવૃત્તિ વિષે બાળકોને નોડલ પરસન પટેલ પારૂલબેન તેમજ ભૂતકાળમાં આ ાય્મ્ફ સંભાળેલ કૃષ્ણનગર પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઈતર પ્રવૃતિઓનું નિરીક્ષણ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા સ્કૂલ તેમજ હોસ્ટેલ જાેવામાં આવી હતી. ત્યારબાદ બાળકોએ સાથે બેસી સાથે લાવેલ નાસ્તો કર્યો હતો અને ત્રીજા સ્થળની મુલાકાત માટે પ્રસ્થાન કર્યું હતું. ત્રીજું સ્થળ એટલે નજીકનું શંકર ભગવાનનું મંદિર. ત્યાં પહોંચી દરેક બાળકોએ, શિક્ષકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ ત્યાંની વડવાઈ જાેઈ બાળકો તરત જ વડવાઈ પકડીને ઝુલવા લાગ્યા હતા. ખૂબ મસ્તી પડી ગઈ બાળકોને. મંદિરના ચોકમાં આવેલ વૃક્ષોનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંના વડીલ દ્વારા બાળકોને ખૂબ સારી રીતે ભણવાનું તેમજ સારા નાગરિક બનવાની સમજણ આપવામાં આવી હતી. ૪.૧૫ વાગ્યે બધા બાળકોને શાળાએ નીકળવાનું હોવાથી તૈયારી શરૂ કરી હતી. રસ્તામાં અંતાક્ષરી રમતા રમતા બાળજાે શાળાએ પહોંચ્યા હતા. ખૂબ આનંદ સાથે આજનો શૈક્ષણિક દિવસ પસાર થયો હતો.