દ્વારકા-ઓખા હાઈવે ઉપર આવેલ હોટલ ધારકે રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કર્યું

0

દ્વારકા તાલુકાનાં વરવાળા અને શિવરાજપુરની વચ્ચે હાઇવે રોડ ઉપર કાળા ધોળા ઝંડા ફરકાવતી એક બ્લેક હોટેલ બની છે. શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા જતા યાત્રિકો માટે આ બ્લેક હોટલ મોકાની કહી શકાય પરંતુ જાણે પોતાના કાળા ધોળા ધંધા માટે ખ્યાતનામ એવા આ ડીઝલિયાની હોટલમાં પણ કાળા ધોળા ઝંડા ફરકાવ્યા છે. આ કાળા ધોળા ઝંડા ફરકાવે તેમાં પણ કોઈને કંઈ વાંધો હોય શકે નહીં પરંતુ “આઝાદીકા અમૃત મહોત્સવ” નિમિત્તે સ્વાતંત્ર્યનાં ૭૫ વર્ષ ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગાની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે પોતાની જાતને રાષ્ટ્રભક્ત ગણાવનાર અને પોતાના વાહનોમાં રાષ્ટ્રદેવો ભવ લખાવનાર પોતાની જ હોટલની આગળ કાળા ધોળા ધ્વજની નીચે આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગાને ફરકાવીને રાષ્ટ્રધ્વજ તિરંગાનું હળાહળ અપમાન કરે તે ખુબ જ નિંદનિય અને દંડનિય કહી શકાય ! આપણા સ્વાતંત્ર દિવસ એટલે કે ૧૫ ઓગસ્ટના આખા દિવસ હજારો લોકોએ હાઇવે ઉપરથી પસાર થતાં આ બ્લેક હોટલની આગળ લાગેલા ત્રણથી ચાર આપણા રાષ્ટ્રીય તિરંગા કાળા ઝંડા અને ધોળા ઝંડાની નીચે ફરકતા જાેઈને ડીઝલિયા ઉપર સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા હતા. તિરંગાનું અપમાન સાંખી ન શકાય પરંતુ સરકાર અને તંત્રને સાચવનાર આ ડીઝલીયાને કોણ દંડ કરી શકે !

error: Content is protected !!