સર્કમસીઝન અને કપીંગ થેરાપીનાં નિષ્ણાંત ધોરાજીનાં સેવાભાવી ડો. ઈમરાનની યશસ્વી સિધ્ધી

0

સર્કમસીઝન(ખત્ના) અને કપીંગ થેરાપી ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી સોૈરાષ્ટ્ર વિસ્તારમાં ગુંજતું નામ એટલે ડો. હાજી ઈમરાન હાજી રફીકભાઈ ખલીફા ડો. ઈમરાનનાં નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. સોૈરાષ્ટ્રનાં નાના-મોટા શહેરો, સંસ્થાઓમાં ડો. ઈમરાન તેમની સેવાઓ અવીરત આપતા રહે છે. છેલ્લા ર૦ વર્ષ દરમ્યાન તેમણે સર્કમસીઝનની સર્જરી હજારોની સંખ્યામાં સફળતા પૂર્વક કરી છે અને ૪ હજાર ઉપર કપીંગ થેરાપી આપી છે. ડો. ઈમરાનની વિશેષતા એ છે કે, તેઓએ ડાયાબિટીશ, અસ્થીર મગજનાં બાળકો, હીમોફીલીયાવાળા બાળકોની સફળતા પૂર્વક ખત્ના સર્જરી કરેલ છે. તેટલું જ નહી ન્યુબોર્ન બેબી(માત્ર ર૪ કલાક)નાં બાળકની પણ સફળ સર્જરી કરવાનો યશ ધરાવે છે. સોૈરાષ્ટ્રની અનેક સંસ્થાઓ દ્વારા તેમનાં કેમ્પ યોજવામાં આવે છે અને અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો છે. તેટલું જ નહી સરકારી આરોગ્ય કેન્દ્રમાં તેમની સેવાઓ લેવામાં આવે છે જે સિધ્ધી કહી શકાય. સોૈરાષ્ટ્રનાં તમામ જીલ્લાઓમાં તેમનાં કેમ્પ યોજાયેલ છે. તેઓ પણ ખાસ કરીને પોરબંદર સ્થિત યુ એન્ડ યુ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમનાં કેમ્પ નિયમિત યોજવામાં આવે છે. આ કેમ્પમાં ખૂબ જ રાહત દરે પોતાની સેવાઓ આપે છે. સોૈરાષ્ટ્રની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ છે. જનસેવા એજ પ્રભુ સેવાને પોતાનો સેવા મંત્ર જણાવતા ડો. ઈમરાન કહે છે કે, તેઓ કેમ્પમાં તેમજ સામાન્ય દિવસોમાં પણ લોકોની સેવા માટે હંમેશા ઉપલબ્ધ રહે છે. નબળા ગરીબ વર્ગનાં લોકો માટે તેમનો ચાર્જ ખૂબ જ રાહત દરનો હોય છે. ધોરાજી શહેરમાં મોચી બજાર, ખીજડા શેરી ખાતે તેમનું દારઅલશીફા કલીનીક આવેલ છે. તેમનો મોબાઈલ નં.૯૮રપ૮૭ર૧૦૪ ઉપર સંપર્ક કરી શકાય છે. તેમજ યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ સહિતનાં સોશ્યલ મીડીયા ઉપર પણ તેમનાં વિડીયો જાેઈ શકાય છે.

error: Content is protected !!