જૂનાગઢની સામાજીક સંસ્થા મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને અમીષ ગોસાઈએ વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજરને પત્ર પાઠવી જણાવેલ છે કે દેશ અને રાજયમાં પ્રવાસન ઉદ્યોગનાં વિકાસમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢનું વિશેષ મહત્વ વધતું જાય છે. ત્યારે રેલ્વેનો ટ્રાફીક અને વ્યવસ્થા સંચાલન પણ વધે એ સ્વભાવિક છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ઉપર જરૂરી સુવિધાઓનો મોટો અભાવ જાેવા મળે છે. જેમાં સિનીયર સીટીઝનો માટે કોઈ અલાયદી વ્યવસ્થા નથી ત્યારે સિનીયર સીટીઝનો માટે ખુટતી સુવિધાઓ ખાસ ઉભી કરવા માંગ કરી છે. સિનીયર સીટીઝનની અવર જવર નજીક બુકીંગ વિન્ડો પાસે રેલ્વે સ્ટેશન પરીસરમાં પડેલી ફાજલ જમીન ઉપર યુરીનલની વ્યવસ્થા કરવાની પણ જરૂર છે.