માણાવદરનાં ગાયત્રી ગૌ સેવક ગૃપ દ્વારા અનોખો સેવા યજ્ઞ યોજાયો

0

માણાવદરમાં ગાયત્રી મંદિર ખાતે કાર્યરત ગૌ સેવક ગૃપ દ્વારા લમ્પી વાયરસગ્રસ્ત ગૌવંશ માટે દેશી દવા રૂપી ઓસડીયા યુકત પાંચ મણ લાડવા દરરોજ બનાવીને સમગ્ર ગામમાં ફરીને ગૌવંશને આપવામાં આવે છે. આ ઉપરાંત લમ્પી વાયરસનું વેકસીનેશન પણ આ ગૃપ દ્વારા કરવામાં આવે છે. આ ગૃપની આવા સેવાયજ્ઞને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા લમ્પી વાયરસગ્રસ્ત ગૌવંશને આઈસોલેશનમાં રાખવા માટે એક પ્લોટ પણ ફાળવવામાં આવેલ છે. સમગ્ર શહેરમાં ગાયત્રી મંદિર ગૌ સેવક ગૃપનાં તમામ સદસ્યોનાં આ સેવાયજ્ઞની સરાહના થઈ રહેલ છે.

error: Content is protected !!