રાજકોટનાં યુવાને મિસ્ટર ટીન ઈન્ડીયા સ્પર્ધામાં ફાઈનલ જગ્યા બનાવી

0

રાજકોટમાં રહેતા અમન સેંગરાએ કલબ મિસ્ટર ટીન ઈન્ડીયા સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી છે. તેમણે લિમ્કા બુક નેશનલ રેકોર્ડ હોલ્ડર-ર૦રર ટોપ ટેન મોડલનો ખિતાબ જીત્યો છે. એવોર્ડ જીતીને માત્ર રાજકોટનું નહી ગુજરાતનું નામ ઉંચુ કર્યુ છે. નવી દિલ્હીમાં આયોજીત મિસ્ટર ટીન ઈન્ડીયા કાર્યક્રમનું આયોજન સમગ્ર ભારતના યુવાનોને ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પ્રેરિત કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં પહેલીવાર આ એવોર્ડ રાજકોટનાં અમન સેંગરાને મળ્યો છે. ભોજપુરી સિનેમાના મેગાસ્ટાર મનોજ તિવારી, હિન્દી સિનેમાનાં કલાકારો તુષાર કપુર, શાહબાઝ ખાન, અયુબખાન અને કુમુકુમ ભાગ્ય સિરીયલની અભિનેત્રી પૂજા બેનર્જી પણ ર૪મી મિસ અને મિસ્ટર ટીન ઈન્ડીયા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહયા હતાં. અમન સેંગરાનું મુખ્ય મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને અમન સેંગરાને એવોર્ડ નાઈટ એવોર્ડ મળ્યો હતો. તેને મિસ્ટર ટીન ઈન્ડીયા iconic eyes એવોર્ડ મળ્યો છે.

error: Content is protected !!