Monday, December 5

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા દરેક વોર્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરનાં દરેક બુથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરનાં સંગઠનનાં હોદેદારો મોરચાના હોદેદારો, વોર્ડના હોદેદારો તેમજ કોર્પોરેટરઓ તથા આગેવાનો અને કાર્યકરોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્યાર બાદ વોર્ડ નંબર બારમાં શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે કોર્પોરેટર ઈલાબેન બાલસ, મહાનગર ઉપપ્રમુખ ભરતભાઈ બાલસ, સુનિતાબેન સેવક, વોર્ડ પ્રમુખ અરજણભાઇ સોલંકી તથા કાર્યકરો જાેડાયા હતા. વોર્ડ નં-૧૨ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, ઉપપ્રમુખ ભરત બાલસ, વોર્ડ પ્રભારી જયેશભાઈ કણસાગરા, સુનિતાબેન સેવક વોર્ડ પ્રમુખ અરજણભાઇ સોલંકી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સિદ્ધ કરવાનાં ભાગરૂપે સુપોષણ અભિયાન અંતર્ગત મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્માનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર બારમાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેવા શુભ આશયથી સુપોષણ કીટ આપવામાં આવી હતી. જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા, ભરત બાલસ, ઈલાબેન બાલસ, સુનિતાબેન સેવક, વોર્ડ પ્રમુખ અરજણભાઇ સોલંકી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!