ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઓટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0

મારૂતિ-સુઝુકી કંપનીના ભારતમાં ૪૦ વર્ષ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાંર ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે ૪૦ વર્ષથી પણ વધુ જૂના અને મજબૂત બન્યા છે. તેમણે કહ્યું કે, મારૂતિ-સુઝુકીની સફળતા પણ ભારત અને જાપાનની મજબૂત ભાગીદારી દર્શાવે છે. તેમણે દેશમાં વધી રહેલા ઈલેક્ટ્રોનિક વ્હિકલ-ઈફના વધતા વ્યાપને દેશના ઓટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત ગણાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે ગુજરાતના હાંસલપુર ખાતે રૂા.૭૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુઝુકીના ઇલેક્ટ્રીક વ્હિકલ બેટરી ઉત્પાદન પ્લાન્ટનું ખાતમૂહુર્ત તથા હરિયાણા ખારખોડા ખાતેના મારૂતિ સુઝુકીના વ્હિકલ મેન્યુફ્રેક્ચરિંગ ફેસિલિટી પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ જણાવ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ સાથે જ શરૂ થઈ રહેલા બે નવા પ્રકલ્પોની સાથે સુઝુકી માટે પણ ભારતમાં ઉજ્જવળ ભાવી સંભાવનાઓની તકો રહેલી હોવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!