કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

0

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતા વાહન ચાલકો ઉપર સખ્ત કાર્યવાહી અને કડક ટ્રાફિક ડ્રાઇવ કરવા પી.આઈ. એ.એમ. મકવાણાએ ઝુંબેશ શરૂ કરતાં ટ્રાફિકના મનુભાઈ જાદવ, પિયુષભાઈ ઝાલા, ગોપાલભાઈ મોરી, ધીરૂભાઈ ડોડીયા, જશપાલ સિંહ સહિતનાએ પી.આઇ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતા શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી ૨૫ વાહન ચાલકો પાસેથી કલમ ૮૦ મુજબ એન.સી. કરી સ્થળ ઉપર રૂા.૯૫૦૦- નો દંડ વસૂલ કરી ટ્રાફિકની અસરકારક કામગીરી કરી હતી. આ તકે પી.આઈ. એ.એમ.મકવાણાએ આવનારા દિવસોમાં પણ કડક ટ્રાફિક ઝુંબેશ ચાલુ રાખી દંડનીય કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!