માંગરોળ : ૩૨ વર્ષથી નિયમિત શિવ મહિમન સ્ત્રોતનું પઠન

0

માંગરોળ ખાતે લાલજી મંદિર ચોક પાસે આવેલ પૌરાણિક શિતલામાતાના મંદિરના ચોકમાં છેલ્લા ૩૨ વર્ષથી નિયમિત રીતે શિવમહિમન સ્ત્રોતનું પઠન કરવામાં આવે છે. જેમાં ૫ વર્ષના બાળકોથી લઈને યુવાન, યુવતીઓ અને વડીલો એક મુખે અષાઢ માસની અમાસથી શરૂ કરી શ્રાવણ માસની અમાસ સુધી રાત્રે ૯ઃ૪૫ થી ૧૦ઃ૧૫ સુધી શિવમહિમન સ્ત્રોતનું પઠન કરે છે અને વધુમાં મંગળ અને શનિવારના દિવસે હનુમાન ચાલીસા, ગુરૂવારે દત્ત ચાલીસા, શુક્રવારે માતાજીનો ગરબો ગાઈ ભક્તિ કરે છે અને ખાસ જાેવા મળેલ કે ૫/૬ વર્ષના બાળકો પણ કંઠસ્થ રીતે આવા અઘરા સ્ત્રોત બોલે છે અને ટાઇમસર કોઈ આમંત્રણ વિના સ્વયંભુ હાજરી આપે છે અને પ્રસાદ રૂપે ફક્ત ચોકલેટનું જ વિતરણ કરવામાં આવે છે તેમ વિરંચીભાઇ શુક્લ જણાવે છે.

error: Content is protected !!