સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવને ગંગાજળ અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આવેલ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે ગઈકાલે ભવનાથ મહાદેવને ગંગાજળ અભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે ૯.૦૦ કલાકથી આ કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત વિધાનસભા ક્ષેત્ર જૂનાગઢ, વિસાવદર, માણાવદર, કેશોદ, માંગરોળ સહિતનાં વિધાનસભા ક્ષેત્રમાં આવેલા પ્રાચીન શિવાલયોમાં અભિષેકનાં ભાગરૂપે ભવનાથ મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ પૂ.નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. અવિચલજી મહારાજ, સતાધાર ધામનાં વિજય બાપુ, તોરણીયા ધામનાં રાજેન્દ્રદાસજી બાપુ, અખિલ ભારતીય સંત સમિતિનાં પ્રમુખ મહાદેવગીરી બાપુ, હિન્દુ ધર્મ સેના જૂનાગઢ શહેર જીલ્લા પ્રમુખ વિવેકભાઈ ગોહેલ, મહામંત્રી ઘનશ્યામભાઈ કોટડીયાની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય અખાડા પરીષદનાં મહંત હરીગીરીજી મહારાજ અને સંતો પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!