માંગરોળ સબ જેલ ખાતે એચઆઈવી અને ટીબી કેમ્પનું આયોજન કરેલ હતું. જે કેમ્પમાં ૨૧ જેલ કેદીઓને એચઆઈવી-ટીબીની બીમારી વિષે માહિતગાર કરેલ હતા. તેમજ ૨૧ લોકોનું એચઆઈવી સ્ક્રીનીંગ કર્યું હતું અને ૪ લોકોના ટીબી તપાસ માટે સેમ્પલ લીધેલ હતા. આ કેમ્પમાં માંગરોળ સરકારી હોસ્પિટલના આઈસીસી સ્ટાફ પ્રતાપસિંહ પરમાર, ટીબી વિભાગના વિવેકભાઈ અને અર્બન સ્ટાફ તથા માંગરોળ સબ જેલ સ્ટાફ શ્રી મેવાડા, રાજેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફ પણ હજર રહેલ હતો.