માંગરોળ બંદરના હિન્દુ યુવા સંગઠનના સેવાભાવી યુવાનો અને ખારવા સમાજ દ્વારા લમ્પી વાઇરસ જે ગૌ માતા માટે જીવલેણ બની રહ્યો છે આ મહામારીમાં યુધ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. માંગરોળ બંદર ઉપર ડિકે ચામુંડિયાના ડેલામાં અંદાજીત ૨૦૦ ગૌ માતાને રાખવામાં આવી છે. આ ગૌ માતાની સઘન સારવાર અને સેવા જેમાં ગૌ માતાને લીમડાના પાણીથી નવડાવવી, ગોળનું પાણી, આયુર્વેદિક એલોપેથીક દવાઓના ડોઝ આપવામાં આવી રહ્યા છે. સમગ્ર કાર્ય હિન્દુ યુવા સંગઠનના વિકીભાઈ ગોસિયા, જલ્પેશભાઈ ચામુંડિયા, લક્ષ્મીદાસભાઈ સુખડીયાના નેતૃત્વ હેઠળ તેમજ ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ તેમજ વેલજીભાઈ મસાણીના માર્ગદર્શન હેઠળ અનેક યુવાનો નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.