દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતીશ પાંડેની પ્રસંશનીય કામગીરીથી લોકોમાં આનંદની લાગણી

0

દેવભૂમિ દ્વારકાનાં એસપી નિતીશ પાંડેનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જિલ્લામાં ગુમ થયેલ છોકરા-છોકરીની શોધખોળ કરવા માટે પોલીસનાં જવાનોની વિવિધ ટીમો અજમેર સહિત અન્ય સ્થળે મોકલાવેલ અને ટેકનિકલ તેમજે હ્યૂમન રિસોર્સિસના માધ્યમથી ઓખા પોસ્ટ ગત તા.૨૧-૮-૨૦૨૨ના રોજ ગુમ થનાર જેમસીબેન રાજુભાઈ ધોકિયા જામનગર ખાતે હોવાની હકિકત આધારે તપાસ કરતા તે રિયાન આરીફ બુખારી સાથે મળી આવતા ખંભાળિયા લાવી તેના માતા-પિતા સાથે મુલાકાત કરાવતા તેનાં દ્વારા સમજાટથી બંને અલગ પડેલ છે અને ગુમ થનાર જેમસી રાજુભાઈ ધોકિયાને તેના માતા-પિતાને સોંપી આપેલ છે. આવી પ્રશંસનીય કામગીરીથી દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સહિત જીલ્લાની તમામ પોલીસની પ્રજામાં પ્રસંશા થઈ રહેલ છે. અત્રે ઉલેખનિય છે કે, ઓખાથી ગૂમ થયેલ જેમસી રાજુ ધોકીયાની એક સપ્તાહ સુધી ભાળ ન મળતા ઓખા મંડળની વિવિધ જ્ઞાતિઓએ સાથે મળીને પ્રાંત અધિકારી દ્વારકાને આવેદન પત્ર આપેલ હતું.

error: Content is protected !!