Monday, December 5

ડી.એચ.સી. પબ્લિક સ્કૂલના રંગમંચ ઉપર ઉના તાલુકા યુવા ઉત્સવ-૨૦૨૨ ધૂમધામપૂર્વક સંપન્ન

0

યુવાઓની પ્રતિભાને મંચ મળે દિશા અને યુવાધન કલાક્ષેત્રે પોતાની પ્રતીભાના દર્શન કરાવી શકે તે માટે પ્રતિવર્ષની જેમ વર્તમાન વર્ષે પણ જિલ્લા યુવા વિકાસ અધિકારી રમતગમત અધિકારીની કચેરી દ્વારા સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજિત તા.૨૯-૮-૨૦૨૨ના રોજ ઉના તાલુકાનો યુવા ઉત્સવ ડી.એચ.સી. પબ્લિક સ્કૂલના રંગમંચ ઉપર ધૂમધામ પૂર્વક સંપન્ન થઈ ગયો. જેમાં “અ” અને “બ”વિભાગની, સાહિત્ય વિભાગની વક્તૃત્ત્વ, નિબંધ, પાદ્‌પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, કલા વિભાગની સર્જનાત્મક ચિત્રકલા અને સાંસ્કૃતિક વિભાગની લગ્નગીત, હળવું કંઠ્‌ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રિય અભિનય, ભજન, સમૂહગીત ઉક્ત તમામ સ્પર્ધામાં સ્પર્ધક વિદ્યાર્થી ભાઈ-બહેન ખુબ ઉત્સાહ-ઉલ્લાસથી ભાગ લીધો હતો. કાર્યક્રને સફળ બનાવવા શાહ એચ.ડી. હાઈસ્કૂલ-ઉના શાળાના આચાર્ય અને કન્વીનર યુવા ઉત્સવ-૨૦૨ર ડો. કે.જે. ગોસ્વામી તથા ડી.એચ.સી. પબ્લિક સ્કૂલ પરિવારે ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સાથે સાથે સ્કૂલ તરફથી પ્રત્યેક સ્પર્ધકો ટીમ મેનેજર તથા આગંતુક માટે સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરી હતી. નિર્ણાયકઓ ડો. કમલેશ મહેતા તથા ભીમાણીએ માનદ વેતન વગર નિઃસ્વાર્થ અને ખુબજ નિષ્ઠા અને નિષ્પક્ષ પોતાનો ર્નિણય જાહેર કરેલો હતો. કાર્યક્રમનું સૂત્ર સંચાલન જિતેન્દ્ર દામોદરાએ કર્યુ હતું અને આભાર વિધિ કન્વીનર કે.જે. ગોસ્વામીએ કરેલી હતી. કાર્યક્રમના અંતે વિજેતા સ્પર્ધકને પ્રમાણપત્ર અર્પણ કરી સત્કાર સાથે સમ્માનિત કર્યા હતા. સ્પર્ધાઓમાં પ્રતિભાગીનો ઉત્સાહ વધારવા વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ગોંધિયા, વરિષ્ઠ અધિવક્તા દીપકભાઈ પોપટ, શાળા પરિવારના ટ્રસ્ટી ભવ્યભાઈ પોપટ, સંચાલક તરૂણભાઈ કાનાબાર, પ્રમુખ રાજુભાઈ કાનાબાર, ટ્રસ્ટી જયંતીભાઈ નથવાણી, ઉના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ મૂકેશભાઈ જાેશી, ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનના સંગીત આચાર્ય કમલેશ મહેતા, ડી.એચ.સી. પબ્લિક સ્કૂલના આચાર્ય મહેશભાઈ ઓઝા અને વરિષ્ઠ અધિકારી, હોદેદ્દારો, સભ્યનાગરિક ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય શાળા-કોલેજના આચાર્ય, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હળવું કંઠ્‌ય સંગીતમાં અ વિભાગમાં પ્રથમ મૃગનયની મહેતા પ્રથમ સ્થાને વિજેતા રહ્યા હતા. સમૂહગીતમાં ક્રિષ્નન મહેતા એન્ડ ગૃપ પ્રથમ સ્થાને રહ્યું હતું. આ વિજેતાઓને શાળાના આચાર્ય અને કન્વીનર યુવા ઉત્સવ-૨૦૨૨ ડો. કે.જે. ગોસ્વામી તથા અતિથિવિશેષના કરકમળોથી વિજેતા સ્પર્ધકને પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરી સત્કાર્યા હતા. કાર્યક્રમમાં સ્પર્ધક ભાઈ-બહેનોના ઉત્સાહ વર્ધન માટે અને કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા ડી.એસ.સી. પબ્લિક સ્કૂલ તથા શાહ એચ.ડી. હાઈસ્કૂલના શાળા પરિવારે પુરતો સહયોગ કર્યો હતો.

error: Content is protected !!