ગાંધીનગર સચિવાલય ખાતે કનુભાઈ દેસાઈ(ઉર્જા અને નાણાં મંત્રી)ની ઓફીસમાં સંયુકત સંકલન સમિતિનાં નેજા હેઠળ જીબીઆનાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, એજીવિકેએસનાં પ્રમુખ ભરતભાઈ પંડયા, જીયુવીએનએલનાં મેનેજીંગ ડીરેકટર જય પ્રકાશ શિવહરે, એજીવિકેએસનાં સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી અને અગાઉ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઈબી, એન્જીનીયર્સ એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. જેનાં અનુસંધાને આ બેઠક મળી હતી અને મહત્વની ચર્ચા બાદ મોંઘવારી ભથ્થાની ચુકવણી, વિદ્યુત સહાયક સમયગાળો તેમજ મ્યુનિસપલ કોર્પોરેશનની હદમાં રાજય સરકાર દ્વારા નોટીફીકેશનથી સુધારો કરી ઘણા પંચાયતનાં વિસ્તારોને શહેરી વિકાસનાં હદમાં સમાવેશ કરતા આ ત્રણેય પ્રશ્ને સુખદ સમાધાન થયું હતું અને સમાધાનકારી આ મુદ્દાઓનો અમલ ટુંક સમયમાં કરવામાં આવશે તેમ જીઈબીએનાં જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાની યાદીમાં જણાવેલ છે.