ગીરના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફર્યું : પાક ન થયો પશુઓનો કે ના થયો ખેડૂતોનો !

0

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના, જ્યાં ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. આજથી ચોમાસાનું આગમન થતાં ગીરમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જગતના તાતને પણ હતું કે, ચાલુ વર્ષે મેઘરાજાએ સારી જમાવટ કરી છે એટલે ઉત્પાદન પણ સારૂ થશે. પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે, મેઘરાજાનું આ હેત અતિવૃષ્ટિમાં પરિવર્તિત થશે. સતત ૪૫ દિવસ ગીર-સોમનાથમાં વરસાદે હેત વરસાવ્યો. પરિણામે સતત પાણીમાં રહેવા ના કારણે ખેડૂતો મહેનત ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા સહિત ખેડૂતોની મહેનત આખરે એળે ગઈ. થયું એવું કે, વરસાદે વિરામ તો દીધો પણ પાકમાં કાંઈ જ વળતર મળે તેવી સ્થિતિ નથી. પરિણામે મગફળીના પાકને ટ્રેકટરથી ખેડવો પાડ્યો. જાેકે, આ બાવાના પીપળવા ગામના ખેડૂતે મગફળીનો પાક ખેડી નાખ્યો છે એવું નથી, ગીર સોમનાથ જિલ્લાના મોટભાગના ખેડૂતોની આવી જ દયનીય સ્થતિ છે. એક વીઘા મગફળીના પાકમાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુનો ખર્ચ કરી પોતાના નાના બાળકની જેમ ઉછેરીને મોટો કર્યો હોય છે. જે પાકને આખરે કાઢી નાખતા ખેડૂતો પણ રોષે ભરાયાં છે. ખેડૂતોના મતે સરકારમાં આવેદન સહિત અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. જાેકે, તંત્ર કે સરકારના પેટનું પાણી પણ હલ્યુ ન હતુ. હવે જયારે મેઘરાજાએ વિરામ લીધો છે મગફળીના પાકને ખેડીને અન્ય પાકોનું વાવેતર કરીશું. પરંતુ હજુ પણ સરકાર કે સરકારી તંત્ર જાગે અને ખેડૂતોની વ્હારે આવે તો અન્ય પાકોના વાવેતરમાં થોડી આર્થિક મદદ મળે.

error: Content is protected !!