ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામે ૮ વર્ષના બાળક ઉપર દીપડાનો હુમલો

0

ગિરગઢડા તાલુકો ગિર જંગલની બોડર નજીકનો તાલુકો હોય, વન્ય પ્રાણીની અવર-જવર હોય, ત્યારે ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામની કાલે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ કાછડિયા જનકભાઈ તેમના ૮ વર્ષનો દીકરો જેમિલ સાથે બજારમાં નીકળ્યા હતા ત્યારે આદમ ખોર દીપડાએ હુમલો કરી જેમિલને હાથ ઉપર ડાઢું મારી દીધેલ હતી. જંગલ ખાતાને જાણ કરતા જંગલ ખાતું ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને દ્રોણ ગામમાં બે પાંજરા મૂકી દીધા હતા અને પરિવારે તાત્કાલિક જેમિલને સરકારી હોસ્પિટલ ગિરગઢડા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. માત્ર ૩-૪ મહિનામાં દ્રોણ ગામમાં હુમલાના બે થી ત્રણ બનાવ બનતા નાના એવા ગામમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. જંગલખાતાના અધિકારીઓ આ માનવભક્ષી દીપડાને તાત્કાલિક પકડી જંગલ વિસ્તારમાં મોકલી આપે તેવી લોકોએ માંગ કરી છે.

error: Content is protected !!