દ્વારકાના હરીનામ સંકિર્તન મંદિરે અખંડ ધૂનને વીસ હજાર દિવસ પૂર્ણ થતાં અખંડ મહા મહોત્સવ યોજાશે

0

દ્વારકામાં શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ ધૂનને આગામી સમયમાં વીસ હજાર દિવસ પૂર્ણ થઈ રહયા હોય જેની વિશેષ ઉજવણીનાં ભાગરૂપે આગામી સપ્ટેમ્બર માસની તા. ૮ થી ૧૩ તારીખ સુધી શ્રી અખંડ મહા મહોત્સવ યોજવામાં આવનાર છે. જેમાં સંકિર્તન મંદિર ટ્રસ્ટ તથા દ્વારકા પ્રેમ પરીવાર દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે વિજયમંત્ર વિજયોત્સવ તરીકે વિશેષ ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. જેનાં ભાગરૂપે રામધુન મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા એક પત્રકાર પરીષદ યોજવામાં આવેલ. આ પરીષદમાં શહેરનાં મોટાભાગનાં પત્રકારો તથા ઈલેકટ્રીક મીડીયાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા. જેમાં ટ્રસ્ટીઓએ આગામી કાર્યક્રમની રૂપરેખા વર્ણવેલ તે અનુસાર તા. ૮ થી ૧૩ સપ્ટેમ્બર સુધી શ્રી અખંડ મહા મહોત્સવની ઉજવણી દરમ્યાન અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી સાંજે પ થી ૮ વાગ્ય્યા સુધી શ્રી રામનામ વંદના, શ્રી શિવ પંચાક્ષર સ્ત્રોત, શ્રી હનુમાન ચાલીયા તથા શ્રી કિષ્કીન્ધાકાંડ પાઠ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. તા. ૧ર સપ્ટેમ્બરે સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી સુકામેવા મનોરથ દર્શન યોજાશે, સાંજે પ કલાકે બ્રહ્મપુરી નં. ૧માં સદગુરૂ એવોર્ડ, અધ્યક્ષ ગોવિંદ સ્વામી, સ્વામીનારાયણ મંદિર દ્વારકાનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૩ સપ્ટેમ્બરે પ્રભાતફેરી સવારે પ.૩૦ કલાકે, શ્રી દ્વારકાધીશજી ધ્વજાજી પૂજન અભિષેક વગેરે, રામનામ મહારાજ તથા ગુરૂપૂજન સવારે ૧૧ કલાકે, નગર કિર્તન (શોભાયાત્રા) સાંજે ૪ કલાકે, ગુરૂપ્રસાદી બપોરે યોજામે. તા. રપ-૮-રર થી તા. ૧૩-૯-રર સુધી રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા સુધી વિશેષ રામધુનનું આયોજન કરાયું છે.

error: Content is protected !!