રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં માજી ડાયરેકટર હનીફભાઈ કુરેશીની યાદીમાં જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબ ખાતે કુરેશીભાઈ પાસે ક્રિકેટનું કોચીંગ લેનાર ખેલાડી સિધ્ધાર્થ વિજયભાઈ ખોડા ઈન્ડીયા લેવલે મોડેલીંગમાં મી. ટીન ઈન્ડીયા સ્પોર્ટીનું ટાઈટલ જીતી ગુજરાત રાજયનું નામ રોશન કરેલ છે. સૌ પ્રથમ મી. ટીન ઈન્ડીયા સ્પોર્ટીનું ટાઈટલ જીતવા તા. ૧૧ જુનનાં રોજ અમદાવાદ ખાતે મોડેલીંગનું સિલેકશન કરવામાં આવતા સિધ્ધાર્થ ખોડાની પસંદગી થયેલ ત્યારબાદ દિલ્હી ખાતે તા. ર૪ જુલાઈનાં રોજ સેમી ફાઈનલમાં પસંદગી થયા બાદ દિલ્હી ખાતે તા. ૧ર ઓગસ્ટ થી ર૧ ઓગસ્ટ સુધી ઈન્ડીયા લેવલનાં ૭૦ હરીફોને ટ્રેનીંગ આપ્યા બાદ ફાઈનલ જીતવા માટે ઈન્ડીયાનાં તમામ રાજયોમાંથી આવેલ હરીફો વચ્ચે બોલીવુડ સ્ટાર તુષાર કપુર, તાનીઝ ઈરાની, સંજય કપુર, અયુબખાન, શાહબાઝખાન, પુજા બેનરજી જેવા સ્ટાર જજાેની હાજરીમાં ફાઈનલ વોક, આઈ કયુ ટેસ્ટ, પર્સનાલીટી ટેસ્ટમાં સિધ્ધાર્થ ખોડા પ્રથમ નંબરે આવી મી. ટીન ઈન્ડીયા સ્પોર્ટીનું ટાઈટલ જીતી ગુજરાત રાજયનું નામ રોશન કરેલ. જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબનાં ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી, આસી. કોચ અઝીમ હીફ તથા ટીજીએસ એકેડેમીનાં ચેરમેન ભાવિનભાઈ રોકડ, ડાયરેકટર જયેશભાઈ તેમજ જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબનાં અતુલભાઈ વ્યાસ, મંત્રી નાથુભાઈ ઠાકર અને ખજાનચી અલ્તાફભાઈ સીડા દ્વારા સિધ્ધાર્થ ખોડાનું બહુમાન કરેલ છે.