સરકારની કોન્ટ્રાકટ આઉટસોર્સ અને ફિકસ પગાર જેવી શોષણભરી નીતિઓનાં વિરોધમાં કલેકટરને આવેદન અપાયું

0

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે એમ એમ કર્મચારીઓનો વિરોધ બહાર આવી છે. આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાકટ, આઉટ સોર્સીંગ, ફિકસ પગાર, ઈન્સેન્ટીવ, માનદ વેતન નાબુદ કરવા તેમજ ગ્રેડ પેની માંગણીઓને લઈને ગુજરાત જનતા જાગૃતિ મંચનાં માધ્યમથી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત જનતા જાગૃતિ મંચનાં પ્રમુખ રજનીકાંત ભારતીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓનાં પ્રશ્નોને લઈને વારંવાર સરકારને રજુઆતો કરવામાં આવી છે. આઉટસોર્સ એજન્સીઓનાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે. સરકારને પુરાવા આપવામાં આવ્યા છે એમ છતાં સરકાર દ્વારા એજન્સીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ અવાજ ઉઠાવનાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકી એમનો અવાજ દબાવી દેવામાં આવે છે. કોરોના જેવા કપરાકાળમાં જીવનાં જાેખમે કોરોનાની કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનાં પ્રશ્નોની સતત અવગણના કરવામાં આવી રહી છે. કોરોના વોરિયર્સનું સન્માન કરવા, જનતાને મીણબત્તી પેટાવવા, થાળીઓ વગાડવા, પુષ્પવર્ષા કરવા સરકાર દ્વારા અપીલ કરી વાહવાહી લુંટવામાં આવે છે. બીજી બાજુ ગ્રેડ પેની માંગ કરતા કોરોના વોરિયર્સને હડતાળ ઉપર ઉતરવા મજબુર કરવામાં આવે છે. એવી જ રીતે એનએચએમ, જીયુએચપી, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, મિશન મંગલમ, સ્વચ્છ ભારત મિશન, વોટરશેડનાં ૧૧ માસનાં કરાર આધારીત કર્મચારીઓ તેમજ આઉટસોર્સીંગની કાયમી કરવાની અને જાેબ સિકયોરીટી આપવાની માંગ પણ સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવતી. સીધી વાત છે જાે પંજાબમાં પ્રથમ વખત બનેલી આમ આદમી પાર્ટીની સરકાર ૩પ૦૦૦ જેટલા કોન્ટ્રાકટ અને આઉટસોર્સીંગ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો ર૭ વર્ષથી શાસન કરતી વિકાસ, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકારના દાવા કરતી ભાજપ માટે આ કર્મચારીઓને કાયમી કરવા રમત વાત છે.
જાે ગુજરાત સરકાર યુવાનોનું શોષણ કરવા માંગતી જ હોય અને જાે ૧પ દિવસમાં તમામ માંગણીઓ પુરી કરવામાં નહી આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે ૧૭ સપ્ટેમ્બરને શોષણ દિવસ જાહેર કરી તમામ કર્મચારીઓ અચોકકસ મુદત માટે હડતાળ ઉપર જઈને દરેક જીલ્લાની કલેકટર કચેરી ખાતે ભુખ હડતાળનો પ્રારંભ કરશે. તેમજ વિધાનસભાની ચુંટણીમાં સહપરીવાર સરકાર વિરૂધ્ધ મતદાન કરી વોટબેંકની જ ભાષા સમજતી ભાજપ સરકારને એની જ સત્તાથી દૂર રાખવા તમામ શકિત લગાવી દેશે.

error: Content is protected !!