જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને લઈ જમવાનું ન બનાવતા પતિએ પત્નીને માર મારી ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વણઝારી ચોક, આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા સોનિયાબેન પુરોહિત નામની મહિલાને તેના પતિ જયમીનભાઈએ ફોન ઉપર જમવાનું બનાવવાનું કહેતા પત્નીને મજા ન હોવાથી ના પાડતા પતિએ ઘરે આવી માર મારી ઇજાગ્રસ્ત કર્યા અંગે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
શીલના દિવાસા ગામે ડિઝાસ્ટર બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં જુગાર રમતા નવ શખ્સો સામે કાર્યવાહી
શીલ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાસા ગામે ડિઝાસ્ટર બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાદમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રજનીશભાઈ ઉર્ફે રઘુ મેરામણભાઇ પરમાર, રાજકુમાર વિજયભાઈ પરીયા, અશોકભાઈ પરમાર અને સચિનભાઈ પરીયાને રૂા.૩૯,૭૦૦ની રોકડ તથા૨ મોબાઇલ મળી કુલ રૂા.૪૧,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમ્યાન દિવાસા ગામે રહેતા ભીખુ બાબુ કુરેશી, દિલીપ લીલા કેશવાલા, ભરત ગુણવંત રાઠોડ નયન ભાદરકા અને દેવા વરજાંગ ગરચર નાસી જતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ કાર્યવાહી સીલ પોલીસે હાથ ધરી હતી. ચોરવાડના કુકસવાડા ગામે જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને રૂા.૬૭,૦૦૦ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. તો જુગારના અન્ય દરોડામાં આ અંગે ચોરવાડ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુકસવાડા ગામે ચેતનભાઇ બચુભાઈ ચુડાસમા, રાહુલભાઈ લાખાભાઈ ચુડાસમા, જીવનભાઈ જાેરા, દિનેશભાઈ ભાદરકા, જયેશભાઈ જાેરા, ધર્મેશભાઈ ભરડા, ડાયાભાઈ ડાભી, ગોપાલભાઈ જાેરા, દિનેશભાઈ વાઢેરને રૂા.૬૩,૯૦૦ની રોકડ અને ૫ મોબાઈલ મળી કુલ રૂા.૬૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
બાંટવા પાદરડી સેવા સહકારી મંડળીનાં મંત્રી સામે ઉચાપતની ફરિયાદ
બાંટવા પાદરડી સેવા સહકારી મંડળીના મંત્રીએ રૂા.૭૭. ૮૭ લાખની રકમ ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે બાંટવા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ બાંટવામાં પાદરડી સેવા સહકારી મંડળી લિમિટેડમાં મંત્રી તરીકે કામ કરતા ધોરાજીના જમનાવાડ રોડ ઉપર રહેતા યોગેશ નટવરલાલ રાવલએ રૂા.૭૭. ૮૭ લાખની સભાસદોએ પાક ધિરાણ વ્યાજ સાથેની રકમ બેંકમાં નહીં ભરી ઉચાપત કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યા અંગે મંડળીના મોહનભાઈ નાથાભાઈ મોકરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ બાટવા પી.એસ.આઇ ચાવડાએ હાથ ધરી છે.
માળીયા હાટીનાનાં ભંડુરી ગામે કરિયાવર બાબતે પરિણીતાને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ
માળીયા હાટીનાના ભંડુરી ગામે કરિયાવર બાબતે કોરા સ્ટેમ્પ પેપરમાં સહિ કરવા તથા ત્રણ લાખ રોકડા લાવવાના દબાણને લઇ મહિલાએ મોત મીઠું કરતા પતિ સહિતના સાસરિયાઓ સામે મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે માળીયા હાટીના પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભંડુરી ગામે જાેસનાબેન હરેશભાઈ ભરડાને કરિયાવર અને ઘરકામ બાબતે સાત માસથી નેનાટોણા મારી સ્ટેન્ડ પેપરમાં પિતાની સહીઓ લાવવા અને સહીઓ ન કરે તો ત્રણ લાખ રોકડા આપવા દબાણ કરી શારીરિક માનસિક ત્રાસને લઈ મોત મીઠું કરતા મૃતક મહિલાના પિતા બચુભાઈ કામરીયાએ જમાઈ હરેશભાઈ ભરડા, વેવાઈ પાંચાભાઇ ભરડા, વેવાણ રાજીબેન ભરડા તથા પરેશભાઈ ભરડા સામે પુત્રીને મરવા મજબૂર કર્યા અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી માળીયા હાટીના પી.એસ.આઇ. ચાવડાએ હાથ ધરી છે.
જૂનાગઢમાં ઝેરી દવા પીતા મૃત્યું
જૂનાગઢમાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત નીપજ્યાનો બનાવ નોંધાયો છે. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ, ગ્રીન સિટી પાસે ધર્મેન્દ્રભાઈ લખમણભાઇ બાબરીયા નામના યુવકે ઝેરી દવા પી લેતા મોત થયા અંગે જયેશભાઈ બાબરીયાએ પોલીસમાં જાહેર કર્યું હતું. તો માંગરોળના વાલ્મિકી વાસમાં રહેતા કિર્તીભાઈ શામજીભાઈ ટીમાણીયાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયા અંગે મૃતકના ભાઈ રિતિકભાઈ ટીમાણીયાએ પોલીસમાં જાહેર કર્યું હતું.
જૂનાગઢમાં રહેણાંક મકાનમાંથી ૮ બોટલ દારૂ ઝડપાયો
જૂનાગઢમાં આદર્શ નગરમાં રહેણાંક મકાનમાં આઠ બોટલ વિદેશી દારૂ ઝડપાયો બુટલેગર હાથ ન આવ્યો પોલીસે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બે ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગિરિરાજ સોસાયટી, આદર્શ નગર-૨માં તરૂણ પ્રકાશભાઈ દુબે નામના યુવકના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા.૩,૨૦૦ની કિંમતની ૮ બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂા.૩૩,૦૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી રેડ દરમ્યાન બુટલેગર હાથ ન આવતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
કેશોદમાં સુલેહ-શાંતિ ભંગ અંગે ૩ સામે ફરિયાદ
કેશોદમાં સરકારી દવાખાનામાં મારામારી કરી સુલેહ-શાંતિ ભંગ કર્યા અંગે મહિલા સહિત ત્રણ સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ સરકારી દવાખાનામાં ઈર્શાદભાઈ ઇબ્રાહીમભાઇ, આકીબભાઈ રજાકભાઈ મહિડા અને આઈસાબેન ઈબ્રાહીમભાઇ મહીડાએ અંદરો-અંદર ઝઘડો, મારામારી, બખેડો ઊભો કરી સુલેહ શાંતિના ભંગ કર્યા અંગે ત્રણેય સામે કેશોદ પોલીસના સંજયસિંહ કૃષ્ણસિંહએ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.