ઉમાધામ ગાંઠીલા ખાતે ઉમિયા માતાજી મંદિર, સીસદર દ્વારા જૂનાગઢ શહેર, વંથલી, વિસાવદર, મેંદરડા, ભેંસાણ તાલુકાની ઉમિયા પરીવાર સંગઠન સમીતી, યુવા તેમજ મહીલા સમીતીનાં કાર્યકરોની મીટીંગ મંદિર ટ્રસ્ટનાં પ્રમુ વાલજીભાઈ ફડદુનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સમારંભનું દિપ પ્રાગટય ઉમિયાધામ ગાંઠીલા અને સીદસર મંદિરનાં પ્રમુખ અને ટ્રસ્ટીનાં હસ્તે કરવામાં આવેલ હતું. સંસ્થાનાં મંત્રી મહેન્દ્રભાઈ કાલરીયાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકારેલ હતાં. ટ્રસ્ટી સ્વ. પોપટભાઈ કણસાગરાનું દુઃખદ અવસાન પ્રસંગે બે મીનીટનું મૌન પાડવામાં આવેલ હતું. અને કૌશિકભાઈ રાબડીયાએ મંદિરોનાં માધ્યમથી સમાજની એકતા અને સંગઠન ઉપર ભાર મુકેલ હતો. તેમજ સીદસર મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ પાટીદાર સમાજનાં છેલ્લા રપ વર્ષનાં વિકાસની ગાથા વર્ણવી હતી. ગાંઠીલા મંદીરનાં ટ્રસ્ટી નિલેશભાઈ ધુલેસીયા મંદિરનાં માધ્યમ દ્વારા સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે રાજકીય રીતે સમાજમાં જાગૃતિ આવે તે માટે સમગ્ર સૌરાષ્ટ્રનાં પાટીદાર સમાજને સંગઠીત થવા આપીલ કરી હતી. આ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના સંગઠન પ્રભારી સંજયભાઈ કોરડીયાએ સમાજમાં ચાલતા નાના-મોટા રાગ-દ્વેષ દુર કરી સમાજ એક અને નેક બની રાષ્ટ્રનાં વિકાસમાં ઉપયોગી થાય તેવી અપીલ કરી હતી. સીદસર મંદિરનાં ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ ‘માં ઉમા કળશ’ યોજનાની માહિતી આપેલ હતી.
ઉમીયા માતાજી મંદિર સીદસરનાં પ્રમુખ જેરામભાઈ પટેલે પાટીદાર સમાજનાં ઈતિહાસને યાદ કરી લવ જેહાદ, લવ મેરેજ, વ્યસન જેવી બદીઓને દૂર કરવા માટે મહીલાઓએ સવિશેષ કાળજી લેવા જણાવેલ હતું. આ પ્રસંગે ઉમીયા માતાજી મંદિર ગાંઠીલાનાં પ્રમુખ અને સામાજીક સંમેલનનાં અધ્યક્ષ વાલજીભાઈ ફડદુએ મંદિરની વિવિધ યોજનાઓ સફળ થાય તે માટે પાટીદાર સમાજને રાજકીય રીતે જાગૃત થવા માટે અપીલ કરી ભવિષ્યમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનું પાટીદાર મહાસંમેલન નવરાત્રી બાદ તા. ૬-૧૦-રરનાં રોજ જૂનાગઢ બોલાવવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. આ સામાજીક સંમેલનમાં વંથલી તાલુકાનાં રવની ગામનાં ખેડૂત ગજેરા મગનભાઈ વાલજીભાઈનું બ્રેન ડેડ થતા તેમનાં પરીવાર દ્વારા તેમનાં તમામ અંગોનું દાન કરવામાં આવેલ. આ કાર્યક્રમનાં અંતે આભાર દર્શન કેશોદનાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ કર્યુ હતું. સમગ્ર વ્યવસ્થા ડો. સી.બી. રાજપરાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકુંદભાઈ હીરપરાએ કરેલ હતું.