જૂનાગઢમાં પર્યુષણના તહેવાર નિમિતે કતલખાના બંધ રાખી કોમી એખલાસનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડતા વેપારીઓ

0

વિશ્વની મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં વિવિધ ધર્મમાં માનનારા લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતાએ ભારત દેશની આગવી ઓળખ છે. અહીં દરેક ધર્મના લોકો અરશપરસ તહેવારમાં સહભાગી બને છે. ત્યારે નાની લઘુમતી ધરાવતા જૈન સમાજનાં મહાપર્વ પર્યુષણના તહેવાર નિમિતે જૈન સમુદાયની લાગણી તેમજ કમિશ્નરના જાહેરનામા અન્વયે જૂનાગઢ મહાનગરના મટનના ધંધાર્થીઓએ પર્યુષણના તહેવાર નિમિતે પોતાનો વ્યવસાય બંધ રાખી જૈન સમુદાયની લાગણીને સમર્થન આપેલ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સતત નવ દિવસ દરમ્યાન મટનના વ્યવસાયકારોએ પોતાનો વ્યવસાય બંધ રાખતા આર્થિક સંકટનો સામનો કરવો પડેલ છતાં જૈન સમુદાયની લાગણીને માન આપી કોમી એખલાસનું અનેરૂ ઉદાહરણ પૂરો પાડેલ છે. ત્યારે જૈન સમુદાય દ્વારા આભારની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

error: Content is protected !!