જૂનાગઢ શહેરમાં સિંહોનાં આંટાફેરા બિલખા રોડ ઉપર ચાર સાવજ જાેવા મળ્યા

0

જંગલાનાં રાજા સિંહોને જંગલ વિસ્તારમાં જાણે ગમતું ન હોય તેમ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પડાવ નાખીને બેઠા હોય એવું લાગે છે. સોમવારે ગાંધીગ્રામનાં ઝફર મેદાન નજીક એક સાથે ચાર સિંહોનું ગ્રુપ જાેવા મળ્યું હતું અને ગઈકાલે બિલખા રોડ ઉપર આવેલા ગેઈટ આગળ ચાર સિંહો રસ્તો રોકીને બેસી ગયા હતા. સિંહોનાં ગ્રુપમાં ત્રણ યુવાન સિંહ અને તેની માતા સિંહણ હોવાનું મનાય છે. સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવી ગયેલ છે અને ખાણ વિસ્તારમાં પોતાનું રહેઠાંણ બનાવી લીધું હોવાનું પણ ચર્ચાઈ છે. આ બાબતે વન વિભાગ દ્વારા એલર્ટ રહી અને જૂનાગઢની આસપાસ રખડતા આ વનરાજનું ટોળું કોઈને માટે ખતરારૂપ ન બને તે માટે તકેદારીનાં પગલા લેવા માંગ ઉઠી છે.

error: Content is protected !!