જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થીનાં ગઈકાલનાં પાવનકારી પર્વે ગણપતિ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં, શેરી-ગલીઓમાં મંડપો ઉભા કરી અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ છે. વરસાદે પણ વિરામ લેતા ગણપતિ ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહેલ છે. વાજતે-ગાજતે ભગવાન ગણપતિજીનું સ્થાપન કરી અને આરતી, પૂજા તેમજ રાત્રીનાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રપ૦થી વધારે સ્થળોએ ગણપતિ ઉત્સવ ઉજવણીનો પ્રારંભ થયો છે અને લોકો વિઘ્નહર્તા દેવની પૂજા કરી અને ભાવભેર ઉજવણી કરી રહ્યા છે.