જૂનાગઢમાં રેસ્ટોરન્ટનાં મેનેજર અને બે માણસોનો બે યુવાન ઉપર હુમલો

0

ભાડે આપેલ કેમેરાનાં પૈસા માંગતા મારામારી કરી : એક યુવકને માથામાં માઈનોર ફ્રેકચર આવતા ફરીયાદ

જૂનાગઢમાં સકકરબાગ સામે આવેલ એક રેસ્ટોરન્ટનાં મેનેજર અને એક યુવક વચ્ચે કેમેરાનાં ભાડાની રકમ મામલે માથાકુટ થતાં મેનેજર સહિત ત્રણ શખ્સોએ તે યુવક અને તેનાં મિત્ર ઉપર હુમલો કરીને માર માર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે. જૂનાગઢમાં સકકરબાગ સામે ઉપરની બાજુમાં આવેલ પટેલ રેસ્ટોરન્ટનાં મેનેજર રાણાભાઈએ દોલતપરામાં રહેતા સાહિલ મંુગર સવા પાસેથી એક દિવસ માટે રૂા. ૮૦૦ના ભાડેથી કેમેરો લીધો હતો અને બીજા દિવસે કેમેરો પરત કરી આપ્યો પરંતુ તેનું ભાડું આપવાનું બાકી હોવાથી તા. ૩૦નાં સાંજે સાહિલ કેમેરાનું ભાડું લેવા ગયેલો ત્યારે મેનેજર રાણાભાઈએ ભાડું આપવાની ના પાડીને માથાકુટ કરી મારામારી કરી હતી જેને લઈને સાહિલનો મિત્ર કિશન પરમારે આવીને દરમ્યાનગીરી કરતા તેના ઉપર પણ મેનેજર અને તેના બે માણસોએ હુમલો કરીને માર મારતા કિશનને માથામાં માઈનોર ફ્રેકચર આવતા આ અંગે ગઈકાલે સાહિલે રેસ્ટોરન્ટનાં મેનેજર રાણાભાઈ અને તેના બે માણસો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બિલખાનાં થુંબાળા ગામે થયેલ જુથ અથડામણમાં ૧૧ સામે ફરીયાદ ઃ એક યુવાનનાં હત્યાનાં પ્રયાસ સામે પાંચ સામે ગુનો નોંધાયો
બિલખાનાં થુંભાળા ગામે બે જુથ વચ્ચે સામ-સામે ઘાતક હથીયારો વડે ધીંગાણું થયું હતું. જેમાં બંને પક્ષનાં ચાર લોકો ઘાયલ થયેલા હતાં. જે મામલે ગઈકાલે પોલીસમાં સામસામે કુલ ૧૧ વ્યકિતઓ સમે ફરીયાદ નોંધાવવામાં આવી છે. બિલખાનાં થુંભાળા ગામે સીમમાં થયેલ મારામારી મામલે ઘનશ્યામ રત્નાભાઈ નાગેશ્રી (ઉ.વ. પ૭)એ રાજુ રાવત મિયાત્રા, મયુર રાયધન ચાવડા, વિક્રમ રાણા લાવડીયા, વિપુલ દાદા હુંબલ, જેસીંગ દાદા હુંબલ અને કિશન હમીર લાવડીયા સામે અગાઉનાં પૈસાની ઉઘરાણી મામલે ખેતરે આવીને કુહાડી, પાઈપ અને લોખંડનાં પાઈપ વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવી છે. તો સામે પક્ષેથી કિશન હમીર લાવડીયાએ કમલેશ ઉર્ફે મુન્નો ઘનશ્યામ નાગેશ્રી, ઘનશ્યામ રત્ના નાગેશ્રી, રાજુ ઘુસા નાગેશ્રી, દેવશી ભીમા બામણીયા સામે દિપક અરજણ લાવડીયાની હત્યાની કોશિષ કરવા મામલે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે અગાઉનાં જુના મનદુઃખનાં કારણે આરોપીઓએ ધારીયા, કુહાડી અને પાઈપ વડે હુમલો કરી ઈજાઓ કરી હોવાની ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ચશ્માને અડી જતા એડવોકેટ ઉપર હુમલો
જૂનાગઢનાં ઓમનગર, ખલીલપુર રોડ, વિશ્વાસ સીટી રોડ, વિનાયક ખાતે રહેતા નિતીનભાઈ રજનીકાંતભાઈ ગણાત્રા(ઉ.વ.૪ર) ધંધો-વકિલાતએ અક્ષય કારીયા, જેનીલ ભરતભાઈ કોટેચા, સંકેત રૂપારેલીયા, સાગર પોપટ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તા.ર૮-૮-ર૦રરનાં જવાહર રોડ ઉપર આવેલા જુના સ્વામિનારાયણ મંદિરમાં આરતીનાં દર્શન કરવા જતા માણસોની ભીડનાં કારણે ફરિયાદીનો હાથ અક્ષય કારીયાનાં ચશ્માને અડી જતા તેણે ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ગેરકાયદેસર મંડળી રચી, બિભત્સ શબ્દો કહી, ઝાપટ તથા ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન.વી. આંબલીયા ચલાવી રહ્યા છે.

જૂનાગઢ : ઈકો ગાડીનાં વેંચાણનું ખોટું લખાણ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ
માંગરોળનાં માત્રીનાં પુલ પાસે રહેતા જીતેન્દ્રકુમાર ભગવાનજીભાઈ ડાભી(ઉ.વ.૩૯)એ જૂનાગઢમાં બનેલા એક બનાવ અંગે દાત્રાણા ગામનાં સોલંકી માલદેભાઈ લાખાભાઈ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને આરોપીએ ઈકો ગાડી નંબર જીજે-૧૧-બીએચ-૯પર૪ વાળી રૂા.૩,પ૦,૦૦૦માં વેંચાણ કરી ર૦૧૬નું મોડલ હોય જે ર૦૧૮નું નોટરીમાં લખાણ કરી ફરિયાદીની સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ અને સોરઠમાં જુગાર દરોડા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ફાર્મસી ફાટકથી આગળ જતા માર્ગ ઉપર જાહેરમાં જુગાર રમતા ૬ મહિલાઓને રૂા.૧૧,ર૯૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે મેંદરડા પોલીસે ભાલછેલ ગામથી આગળ જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૯,૮૭પની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે માણાવદર પોલીસે મીતડી ગામેથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૭,૮૪૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. બાંટવા પોલીસે દેશીગા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂા.૭,૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.

જૂનાગઢ તાલુકાનાં રૂપાવટી ગામેથી સગીર બાળાને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું
જૂનાગઢ તાલુકાનાં રૂપાવટી ગામે કવાંટ જીલ્લાનાં એક પરિવારની સગીર વયની પુત્રીને કવાંટ જીલ્લાનાં વિશાલ વરસંગભાઈ રાઠવા નામનો યુવાન લલચાવી-ફોસલાવી લઈ જઈ અને એક મહિના સુધી શરીર સંબંધ બાંધી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં બલીયાવડ ગામે કામકાજ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પીતા મૃત્યું
જૂનાગઢ તાલુકાનાં બલીયાવડ ગામે હાલ રહેતા અને મુળ ગામ મધ્યપ્રદેશનાં હીરબાઈ સીરૂભાઈ કનેશ(ઉ.વ.૩ર)એ તા.ર૯-૮-ર૦રરનાં રોજ તેનાં પતિ સાથે કામકાજ બાબતે સામાન્ય બોલાચાલી થતા આવેશમાં આવી જઈ પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે.
ઝેરી દવા પીતા મૃત્યું
માંગરોળનાં નગીચાણા ગામનાં વિપુલભાઈ ભુરાભાઈ પીઠીયા(ઉ.વ.૩૦)એ કોઈ કારણસર ઝેરી દવા પીતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.
ડુબી જતા મૃત્યું
માણાવદરનાં લીબુંડા ગામનાં મોહિતભાઈ સુરેશભાઈ રાઠોડ(ઉ.વ.૧૩) નહાવા જતા અકસ્માતે ઉડા પાણીમાં ડુબી જતા તેનું મૃત્યું થયું છે.
જીંદગીથી કંટાળી ઝેરી દવા પીધી
માંગરોળનાં મેણેજવાડી વિસ્તારમાં રહેતા દેવાભાઈ અરજણભાઈ ચુડાસમા(ઉ.વ.૪પ)નાં પત્ની છેલ્લા આઠ-દસ વર્ષથી રીસામણે હોય જેથી પત્ની તથા બાળકોનાં વિયોગમાં રહી પોતે જીંદગીથી કંટાળી ખડમાં નાખવાની ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે અને માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!