Monday, March 27

જૂનાગઢમાં ગુજરાતમાં પ્રથમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

0

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિશ્વ કોકોનેટ દિવસના અવસરે જૂનાગઢમાં ગુજરાતની પ્રથમ અને દેશની રાજ્યકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મંત્રીએ વિશ્વ નાળિયેરી દિવસના અનુસંધાને કોચી(કેરળ) ખાતેના ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા અને વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. જૂનાગઢ શહેરના સરદાર બાગ ખાતેના બહુમાળી ભવનમાં કાર્યરત થયેલી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીના શુભારંભ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ઇન્ચાર્જ કલેક્ટર મિરાંત પરીખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!