આજે શિક્ષક દિવસ… જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરી

0

આદર્શ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે. તેઓ સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમના વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છ, ત્યારે આજે અમે તમને રાધાકૃષ્ણનના કેટલાક પ્રેરણાદાયક વિચારો વિષે જણાવીશું. દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરૂત્તનિ ગામમાં થયો હતો, જે ચેન્નઇથી ૬૫ કિમીના અંતરે આવેલું છે. રાજકારણમાં જાેડાતાં પહેલાં તેમણે ૪૦ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમનું માનવું હતું કે, શિક્ષણ ન મેળવનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં કોઇ મંજિલ સુધી પહોંચી નથી શકતો. વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે. આમ તો ૫ સપ્ટેમ્બર ડો. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, તેમણે જ શિક્ષકોને સન્માન મળે એ હેતુથી આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની વાત કહી હતી. આથી યુનેસ્કોએ ઇ.સ.૧૯૯૪માં ૫ ઓક્ટોબરને શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી હતી. ભારત સિવાય દુનિયાના બીજા ૧૦૦ દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

error: Content is protected !!