ભાણવડ પંથકમાં લમ્પીના કારણે મૃત્યું પામેલા મોટી સંખ્યામાં ગૌવંશના રઝળતા મૃતદેહો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા વ્યાપક પ્રમાણમાં વકરેલા લમ્પી વાયરસ રોગચાળાના કારણે ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશના મોત નીપજ્યા છે. ત્યારે ભાણવડ તાલુકામાં લમ્પીના કારણે ખૂબ મોટી સંખ્યામાં ગાય-બળદના મૃત્યું નીપજતા ભાણવડ નજીક આવેલા નવાગામ રોડ ઉપર મોટી સંખ્યામાં આ ગૌવંશના મૃતદેહોના ઢગલા પડ્યા હોવાની બાબતે મારે ચર્ચા સાથે દોડધામ મચી જવા પામી છે. નવાગામ વિસ્તારમાં લમ્પી રોગના કારણે મૃત્યું પામેલા મોટી સંખ્યામાં પશુઓના મૃતદેહ પડ્યા હોવાથી આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધનો માહોલ પ્રસરી ગયો હતો. આ મુદ્દે સ્થાનિક કોંગી આગેવાનોએ તંત્રને રજૂઆત કરી આ મૃતદેહોનો સુવ્યવસ્થિત રીતે અને તાકીદે નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા પશુઓના મૃતદેહના નિકાલ કરવા માટેની જરૂરી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!