કેશોદમાં જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં ૭૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૨૫ દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. કેશોદ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલ નિદાન કેમ્પ ૨૭૬મો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૧૫૮૮૮ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સાથે દીપેનભાઈ અટારા કેશોદ સરકારી હોસ્પીટલના સૌજન્યથી નિઃશુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઇડી વિતરણ કરવામાં આવ્યું હતું અને વૈધ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા કમર સાયટીકા ગોઠણનો દુઃખાવો, ઘસારો, સાંધા-સ્નાયુના દુઃખાવાની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભોજન દાતા તરીકે વેજાભાઈ પિઠીયા તરફથી દર્દીઓને ભોજન આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!