માંગરોળ અનુસૂચિત જાતી સમાજ પ્રમુખની નિમણુંક

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અનુસૂચિતજાતીના પ્રમુખ તરીકે મનીષભાઈ ગોહેલની વરણી કરવામાં આવેલ છે. જેમાં ગામડાઓમાંથી અને શહેરના તમામ લોકોએ મનીષભાઈ ગોહેલની વરણી કરતા તાળીઓથી વધાવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા ફૂલ હાર પહેરાવી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી. માંગરોળ માનદાસ બાપુની મઢી ખાતે વણકર સમાજના અગ્રણીઓ દ્વારા પ્રથમ તો જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ પરમાર અને દેવદાનભાઈ મુસળીયા અને રાવણભાઈ પરમારનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું. આ મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે, સમાજના તમામ અનુસૂચિત જાતિના લોકો એક થાય અને સમાજમાં થતી તમામ પ્રકારની મુશ્કેલીઓને દુર કરવા અને સમાજમાં થતા કુરિવાજાે અને ખાસ મુખ્ય મુદ્દો હાલની મોંઘવારીમાં થતા ખોટા ખર્ચ રોકવા અને દીકરા-દીકરીના લગ્ન સમયે થતા ખોટા ખર્ચ ઉપર બ્રેક મારવી. સમાજના બંધારણ અને નીતિનિયમો મુજબ જ કામગીરી કરવામાં આવે અને સમાજને કાઈ પણ થતી મુશ્કેલીઓમાં સાથે ઉભું રેહવા હાકલ કરી હતી.

error: Content is protected !!