ઉના : રામજી મંદિર શેરીમાં ગણેશોત્સવની ઉજવણી

0

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ-ઉના દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શ્રી ગણેશ ઉત્સવ ઉજવાય છે. અહી શ્રી રામજીમંદિર શેરીમાં ગણપતિ બાપાનું એટલું સત છે કે, જે લોકો અહી માનતા માને છે એ લોકોની માનતા અહી પૂર્ણ થાય છે. બાપાએ જેના ઘરે સંતાન ન હતા એ લોકોને સંતાન આપી એમની મનોકામના પૂર્ણ કરી છે. જે બાપાને સાચા મનથી પ્રાર્થના કરે છે બાપાએ એમના દુઃખ દૂર કર્યા છે. કોરોના સમયે જ્યારે ઘણી જગ્યાએ ગણેશ ઉત્સવ બંધ હતા ત્યારે શ્રી રામજીમંદિર શેરીમાં બાપાનો ઉત્સવ ચાલુ હતો અને એમના એક ભક્તના ઘરે બાપાને બિરાજમાન કર્યા હતા અને ઉત્સવ ધામધુમથી ઉજવ્યો હતો. જેટલું લાલ બાગના રાજા(મુંબઈ)નું મહત્વ અને સત છે એટલું જ અમારા રામજીમંદિર શેરીના રાજાનું મહત્વ અને સત છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ અગીયારસના દિવસે શ્રી સત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન રાખે છે. દુઃખીયાઓના દુઃખ દૂર કરે, ર્નિધનની મદદે આવે, નિસંતાનને સંતાન આપે, અટકેલા કાર્યો પૂર્ણ કરે, એ શ્રી રામજીમંદિર શેરીના રાજા.

error: Content is protected !!