કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે યુવા રાજપુત સમાજ મહીલાઓ દ્વારા રાજપુત સમાજ મુકામે બે વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આરતી, થાળ, સત્સંગ, રાસ-ગરબા સહિતનું આયોજન કરવામાં આવે છે. યુવા રાજપુત સમાજ મહીલાઓ દ્વારા મોટી ઘંસારી ગામે રાજપૂત સમાજ મુકામે ગણેશ મહોત્સવ આયોજીત કરવામાં આવે છે જે હાલમાં બીજુ વર્ષ હોય, પાંચ દિવસ ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહોત્સવનું સમગ્ર સંચાલન મહીલાઓ દ્વારા જ કરવામાં આવે છે. રાજપુત સમાજના મહીલાઓ બહેનો-બાળાઓ હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે ગણેશ મહોત્સવમાં છપ્પન ભોગ, અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શનનો લાભ લીધો હતો સાથે આરતી, રાસ-ગરબા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસના ગણેશ મહોત્સવના આયોજન બાદ ગણેશ વિસર્જનના દિવસે બટૂક ભોજન આયોજન કરવામાં આવે છે.