તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિમીટેડનો આઈપીઓ આજે પમી સપ્ટેમ્બરના ખુલ્યો

0

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિ.નો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ) તા.પ મી સપ્ટેમ્બર-ર૦રર, સોમવારના ખુલ્યો છે. ઓફરમાં કુલ ૧પ,૮૪૦,૦૦૦ ઈક્વિટી શેર સામેલ છે. જે દરેકની ફેસ વેલ્યુ રૂા.૧૦ છે, જેમાં ફ્રેશ ઈશ્યુની સાઈઝ ૧પ,૮૪૦,૦૦૦ ઈક્વિટી શેર છે. ઓફરની પ્રાઈસ બેન્ડ રૂા.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેરદીઠ રૂા.પ૦૦થી રૂા.પરપ નક્કી થઈ છે. બીડ લઘુત્તમ ર૮ ઈક્વિટી શેર માટે અને પછી ર૮ ઈક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. બેંકે ફેશ ઈશ્યુમાંથી પ્રાપ્ત ચોખ્ખા ફંડનો ઉપયોગ બેંકના ટીઅર-૧ મૂડીગત આધારને વધારવા માટે કરવાની દરખાસ્ત રજુ કરી છે. જેથી બેંકની ભવિષ્યની મૂડીગત જરૂરીયાતો પુર્ણ થાય,જે બેંકની અસ્કયામતોમાં વૃધ્ધિમાંથી બહાર આવે એવી અપેક્ષા છે. મુખ્યત્વે બેંકના લોન/ એડવાન્સ અને રોકાણ પોર્ટફોલિયોનો ભાગ બનશે તથા નિયમીત સમયાંતરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સુચિત મૂડીગત પુર્તતા ઉપર નિયમનકારી જરૂરીયાત સાથે સુસંગતતા સુનિશ્ચિત કરશે. ઓફર સિકયોરીટીઝ કોન્ટ્રાકટસ (રેગ્યુલેશન) રૂલ્સ ૧૯પ૭ ના નિયમ ૧૯(ર)(બી)ની દ્રષ્ટીએ સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા નિયમન-ર૦૧૮ ના નિયમન ૩૧ સાથે વાંચીને રજુ કરવામાં આવી છે. આ ઓફર નિયમનોના નિયમન ૬(ર) સાથે સુસંગત બુક બિલ્ડીંગ પ્રક્રિયા મારફત રજુ કરવામાં આવી છે અને નિયમનોના નિયમન ૬(ર) સાથે સુસંગત છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો ૭પ ટકા હિસ્સો સપ્રમાણ આધારે કવોલીફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સને ફાળવવામાં આવશે.

error: Content is protected !!