વેરાવળમાં ૩૦૦ થી વધુ વિધ્નહર્તાની મૂર્તિઓનું વાજતે ગાજતે સામુહિક ર્વિસજન કરાયું

0

યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કર્યુ હતુ. બાદ સતત પાંચ દિવસ સુઘી ઘાર્મીક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના સાથે ઉજવણી કરાઈ હતી. આજે પાંચમાં દિવસે અગલે બરસ તુ જલ્દી આના… બાપા મોરીયા ના નારા સાથે જુદા જુદા વિસ્તારોમાંથી વિઘ્નહર્તાની સામુહિક વિસર્જન યાત્રા નીકળેલ જે ટાવરચોકમાં એકત્ર થઈ સામુહિક સ્વરૂપે ગૌરવપથ ઉપર ફરીને બંદરે પહોંચી હતી. જ્યાં ખારવા સમાજ દ્વારા કરાયેલ વ્યવસ્થા મુજબ મૂર્તિઓનું વારાફરતી દરીયામાં ર્વિસજન કરવામાં આવેલ હતુ. શહેરમાં જુદા જુદા મુખ્ય મંડળો સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક ગ્રુપ સહીત જુદા-જુદા વિસ્તારોમાં સ્થાપન કરેલ અંદાજે ૩૦૦ થી વઘુ વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તિઓને જે તે મંડળના યુવાનો પોતા પોતાના વાહનોમાં રાખી ડીજેના તાલે ભક્તિસભર ગીત સંગીતોના તાલે નાચી અબીલ ગુલાલની છોળો ઉડાડતા વિસર્જન યાત્રા નીકળી હતી. આ તમામ ગણપતિજીની મૂર્તિઓ ટાવરચોકમાં ક્રમશઃ એકત્ર થઇ રહેલ ત્યારે હિન્દુ સમાજના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા તમામ મંડળો અને મૂર્તિઓને હારતોરા કરી આવકારતા હતા. બાદમાં આ તમામ મૂર્તિઓ સાથે લોકો ગૌરવ પથ થઈ ર્વિસજન અર્થે બંદરે પહોંચ્યા હતા. શહેરની તમામ મૂર્તીઓનું દરીયામાં સુરક્ષીત રીતે વિસર્જન કરવા માટે અગાઉથી જ અખીલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઇ કુહાડાના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્યવસ્થા કરી રાખી હતી. જે અંગે કિશોરભાઇ કુહાડાએ જણાવેલ કે, લોકો આસ્થાભેર વિઘ્નહર્તાની મૂર્તીઓનું દરીયામાં ર્વિસજન કરવા માટે ત્રીસેક જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે તથા બંદરના દરીયાકિનારે દસેક નાની હોડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેના મારફત સામુહિક વિસર્જન યાત્રા મારફત આવેલ અંદાજે ૩૦૦ જેટલી નાની-મોટી મૂર્મિઓને અમારી સ્વયંસેવકોની ટીમ દ્વારા હોડીમાં લઇ જઇ થોડે દુર દરીયામાં આસ્થાભેર ર્વિસજન કરવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી ઉજવણી કર્યા બાદ વિસર્જન અર્થે મૂર્તિ સાથે દરીયાકાંઠે પહોંચેલા લોકો ભીની આંખે અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે પ્રાર્થના કરી વિઘ્નર્હતાને વિદાય આપતા જાેવા મળતા હતા. આજની સામુહિક વિસર્જનયાત્રાને લઈ સીટી પીઆઈ ઈશરાણી દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો.

error: Content is protected !!