આર્ય મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સુરભી યજ્ઞનો કાર્યક્રમ યોજાયો

0

આર્ય મહિલા મંડળ જૂનાગઢનો સપ્ટેમ્બર માસનો કાર્યક્રમ શરદઋતુને અનુલક્ષીને યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગાયોને લમ્પી વાયરસમાંથી મુક્તિ મળે એ માટે સુરભી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. શરદઋતુ નિમિત્તે સ્વાદિષ્ટ ખીરની સ્પર્ધામાં મીનાબેન મહેતા, રમાબેન જાેશી, ભાવનાબેન કોટેચા, ચંદ્રિકાબેન ઠાકર વિજેતા થયા હતા. ત્યારબાદ ગાય આધારિત લેખિત ક્વિઝમાં ભાવનાબેન જાેશી, લીનાબેન ગઢીયા, ઉષાબેન ગોહેલ, કિરણબેન સોલંકી અને શાંતાબેન પાણખાણીયા વિજેતા થયા હતા. વિજેતાઓને તથા સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા. આ તકે બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની મજા માણી હતી.

error: Content is protected !!