Sunday, April 2

માંગરોળના શિક્ષક હિતેષભાઈ અધ્વર્યુંને જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત

0

માંગરોળની શ્રી પરમેશ વિધાલયમાં શિક્ષક હિતેષભાઈ જે. અધ્વર્યું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી બદલ જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એન.પી. ભાલોડીયા સ્કૂલ જૂનાગઢ મુકામે એનાયત કરતા શિક્ષણ ક્ષેત્રે માંગરોળનું ગૌરવ વધાર્યું છે. આ તકે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારી કચેરી, જૂનાગઢ દ્વારા આયોજીત આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના કાર્યક્રમમાં હિતેશભાઈ જે. અધ્વર્યુંનું સાલ ઓઢાડી સન્માન કરી જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન કટારીયાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત સરકારના પશુપાલન ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેવા માલમ પણ આ કાર્યક્રમમાં હાજર રહી શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવ્યા હતા.

error: Content is protected !!