જેમ યોગ શરીરને સ્વસ્થ રાખે છે તેમ નૈતિક મતદાન દેશને સ્વસ્થ રાખે છે : ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલીસ્ટ મધુબેન લગારીયા

0

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (રવિવાર), તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (રવિવાર), તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨(રવિવાર) અને તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે યુવાઓને મતદાર તરીકે નોંધાવવા તથા મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરવા ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર મધુબેન લગારીયાએ અપીલ કરી છે. ડિસ્ટ્રિક્ટ આઇકોન મધુબેન લગારીયાએ જણાવ્યું કે, જેમ યોગ એ શરીરને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે નૈતિક મતદાન દેશને સ્વસ્થ રાખે છે. તા.૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો પોતાના આધારકાર્ડને પણ લિંક કરાવી શકશે. વધુમાં મધુબેને જણાવ્યું કે, નાગરિકો જે-તે વિસ્તારના મતદાન મથક ઉપર બી.એલ.ઓ.નો સંપર્ક કરીને અથવા વોટર હેલ્પલાઈન એપ, ુુુ.હદૃજॅ.ૈહ, ॅુડ્ઢ મોબાઈલ એપ ઉપરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકશે. ઉપરાંત ટોલ ફ્રી નં.૧૯૫૦ પણ મતદારયાદી તેમજ ચૂંટણીને લગતી કામગીરીની જાણકારી માટે કાર્યરત છે. ત્યારે જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોને મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરવા અપીલ કરૂ છું.

error: Content is protected !!