દ્વારકાના સામળાસરના યુવાનનું ટ્રેન હેઠળ કપાઇ જતા મોત : બનાવ આકસ્મિક છે કે આત્મહત્યા : તપાસ હાથ ધરાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામળાસર ગામના વ્યકિતનું ટ્રેન હેઠળ કપાઇ જતા ઘટના સ્થળે મૃત્યું નિપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ ઉપર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામળાસર ગામે રહેતા નવઘણભા આલાભા ગોહિલ નામના વ્યકિતનું મીઠાપુર અને ભીમરાણા વચ્ચેથી પસાર થતી અને ઓખાથી ઉપડતી લોકલ ટ્રેન હેઠળ રાત્રીના દસ વાગ્યાની આસપાસ કપાઇ જતાં કમકમાટીભર્યું મોત નિપજયું હતું. આ બનાવની જાણ થતા મીઠાપુર પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબજાે સંભાળી આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ આત્મહત્યાનો કે પછી અકસ્માત તે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે.

error: Content is protected !!