દેશ-પરદેશથી લોકો જ્યારે સોરઠ પ્રવાસે આવતાં હોય છે ત્યારે સૌથી પહેલાં ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને ગીર દર્શનનો લ્હાવો લેતાં હોય છે અને જ્યારે ગીરમાં સિંહ દર્શન માટે જ્યારે સાસણ ગીર પહોંચે છે ત્યારે ત્યાં રહેવા માટે સૌથી પહેલાં કરીના રિટ્રેટ રિસોર્ટનું નામ આવે. ઇન્ટરનેશનલ સંસ્થા સ્કાઉટ એન્ડ ગાઇડ કે જે સંસ્થા વિશ્વ લેવલે સ્કાઉટ તથા ફોરેસ્ટ એરીયામાં ટ્રેનિંગ ટ્રેકિંગનાં પ્રોગ્રામ કરી રહી છે તે સંસ્થા દ્વારા આઠ મહિના સુધી ગીર વિસ્તારમાં અભ્યાસ કર્યા બાદ મધ્ય ગીર સાસણ નજીક ભોજદે સ્થિત ભરત શીંગાળા દ્વારા નિર્મિત કરીના રિસોર્ટને સૌરાષ્ટ્ર ઝોન બેસ્ટ રિસોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં સ્કાઉટ એન્ડ ગાઇડનાં નેશનલ ચીફ કમિશ્નર પ્રો. અમિત રાવલ, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ મહેબૂબ અલી સૈયદ, પરવેઝખાન પઠાણ, સલીમ મેમણના હસ્તે આ એવોર્ડ ભરતભાઈ શીંગાળાને આપવામાં આવ્યો હતો.