Monday, December 4

મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને ધોબી સમાજનાં અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર સમસ્ત ધોબી સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હિન્દુ ધોબી સમાજ ઉપપ્રમુખ મનસુખભાઈ વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા ધોબી સમાજના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સમગ્ર ગુજરાતના ધોબી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતી આપીને રાજીપો વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ટીમને ધન્યવાદ આપ્યા હતા. આ તકે ભાવનગરનાં અનિલભાઈ ચાવડા, જૂનાગઢનાં મધુભાઈ વાળા, વિનુભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!