સમગ્ર બિલખામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જાણે આખુ બિલખા ગણેશમય બની ગયું હોય તેવું વાતાવરણ જાેવા મળે છે. જેમાં બિલખા દરબારગઢ પાસે છેલ્લા સાત વર્ષથી બિલનાથ શેરી કા રાજા નામે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવેલ છે.
આ ગણપતિ મહોત્સવની ખાસ વિશિષ્ટતા એ છે કે અહીં હિન્દુ-મુસ્લીમ બંને સમાજનાં યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જયારે રાત્રી દરમ્યાન ધુન તેમજ દાંડીયા રાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ દરબારગઢની નજીક આ બિલનાથ શેરી કા રાજા નામનાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય જેથી દરબારગઢનાં ધર્મેન્દ્રસિંહ નાજાવાળા (સન્નીભાઈ) તરફથી બિલખા ગામની નાની બાળા તેમજ શ્રધ્ધાળુઓ માટે અને ભાવિકભકતો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ ગણપતિ બાપાનાં મહોત્સવને સફળ બનાવવા અજયભાઈ વાળા, સાજીદ મીરજા, દક્ષ ગણાત્રા, ઈરસાદ મીરજા, યશ સુચક, નિખીલ થાવાણી, જેનીસ ધકાણ, વિષ્નુ ડોસાણી, કાના ધકાણ વગેરે સેવકો જહેમત ઉઠાવી રહયા છે.